Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મોરબીના કાલિકા પ્લોટમાં ફાયરિંગ : ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયો : આરોપી સામે ફરિયાદ દાખલ

આરોપીને દેશી તમચાથી યુવાનને ગુપ્ત ભાગે તેમજ હાથ સહિતના ભાગોમાં ઇજા કરી

મોરબીના કાલિકા પ્લોટમાં મોડી રાત્રીના સમયે શખ્સ યુવાન પર ફાયરીગ કરી ઇજા કરી હોવાનું જાણવા મળ્યું છે જેથી ઇજગ્રસ્ત યુવાન ને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે

બનાવની મળતી વિગત મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતો રહિંમ વલીંમામદ વીરમાંણી નામના યુવાનને ગોળી વાગતા પેહલા મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે જેમાં મળતી વિગત મુજબ ઇજાગ્રસ્ત યુવાન રહિંમ અને દાઉદ મામદભાઈ પલેજા બને આરોપીની છત પર બેઠા હતા ત્યારે આરોપીને દેશી તમચા ના વડે ઇજાગ્રસ્ત યુવાનને ગુપ્ત ભાગે તેમજ હાથ સહિતના ભાગોમાં ઇજા કરી હતી પોલીસ આ અંગે ફરિયાદ નોંધી ફાયરીગ કરનાર શખ્સને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે જેની વધુ તપાસ પી.આર. આર. જે.ચૌધરી ચલાવી રહ્યા છે

(1:55 pm IST)