Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સુરેન્દ્રનગર પાલિકા જાગી : શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી વેરો વસુલવા ઢોલ વગાડ્યા

૧૦ વર્ષમાં ૩૦ નોટિસો છતાં વેરો ભરાયો નહિ :એસપી સ્કૂલ, આઈપીએસ સ્કૂલ તથા અક્ષર વિદ્યાર્થી ભવનને સીલ લાગવાની તૈયારી

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ અંતર્ગત સરદાર પટેલ સ્કૂલ (એસપી સ્કૂલ), એજયુકેશન ટ્રસ્ટ આઇપીએસ સ્કૂલ તથા એજયુકેશન અક્ષર વિધાર્થી ટ્રસ્ટ ભુવનને રૂપિયા ૧.૨૭ કરોડનો બાકી વેરા અંગે નોટિસ ફટકારી સંસ્થામાં જઇ ઢોલ વગાડી જગાડવાનો પ્રયાસ કર્યો હતો.પાલિકાએ છેલ્લા ૧૦ વર્ષમાં ૩૦થી વધુ વખત નોટીસો આપવા છતાં સંચાલકો આ નોટીસો ઘોળીને પી ગયા હતા ત્યારે પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાની સુચનાથી હાઉસટેક્સ ઈન્સ્પેક્ટર વિજયસિંહ ગોહીલ, રિકવરી ઓફીસર છત્રપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ પરમાર સહીતની ટીમ દ્વારા ત્રણેય સંસ્થાઓ પર જઇ ઢોલ વગાડી વેરાની નોટિસ આપી હતી.

સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર ૫માંથી પ્રિયંકાબેન મહેન્દ્રભાઇ પટેલ ભાજપમાંથી ચૂંટાયેલા સદસ્ય છે. આઇપીએસ સ્કૂલમાં તેમના પતિ મહેન્દ્રભાઇ પટેલ સંચાલક હોવા છતાં આજ દિવસ સુધી પાલિકાનો મિલકતવેરો ભરવામાં આવ્યો નથી ત્યારે વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાયો હોવાની ચર્ચા શહેરમાં વહેતી થઇ હતી.

  સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા ના આદેશ થી હાઉસટેક્ષ ઇન્સ્પેક્ટર વીંજયસીંહ ગોહીલ રીકવરી અઘીકારી છત્રપાલસિંહ ઝાલા અને પ્રવીણસીંહ પરમાર એ સુરેન્દ્રનગર શહેર માં આવેલી નવી એસ પી સ્કૂલ તેમજ ગીરીરાજઘામ પાછળ આવેલી આઇ પી એસ સ્કૂલ તેમજ અત્રી એજ્યુકેશન અક્ષર વિદ્યાર્થી ટ્રસ્ટ ભુવનના કુલ રૂ ૧૨૭૧૯૫૭૬નો વેરો બાકી હોય આ અંગે આશરે ૧૦ વર્ષ અનેકવાર નોટીસ આપી હતી તેમ છતાંય ટેક્ષ ભરવામાં નહીં આવતા તેમને ત્યાં ઢોલ વગાડીને જાણ કરી હતી આ પહેલુ સ્ટેપ છે હવે પછી આગામી દિવસોમાં જો ટેક્ષ ભરપાઇ કરવામાં નહીં આવે તો જપ્તી તેમજ શીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે

  આઇ પી એસ સ્કૂલ ની બે મીલ્કત છે એક ગીરીરાજ ઘામ પાછળ અને બીજી જીનતાન ઉઘોગ નગરમાં તેનો બન્નેનો થઈને મીલ્કત વેરો ‚ ૩૮૪૪૦૪૫ બાકી છે અને સરદાર પટેલ સ્કૂલની કુલ ૪ મીલ્કતના ‚ ૮૮૭૫૫૩૧ મીલ્કત વેરો બાકી છે,સંસ્થાઓને બોર્ડનું કેન્દ્ર ફાળવામાં આવ્યું હોવાથી સીલ લાગે તો છાત્રો અને વાલીઓમાં દોડધામ થશે

(1:51 pm IST)