Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

નાગડકા જુથ સેવા સહકારી મંડળીના મંત્રી ઉચાપત કરી છુમંતર થઇ જતા દસ વર્ષના અંતે અમદાવાદથી ઝડપાયા

વઢવાણ, તા. ર૯ : સાયલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧ર૧/ર૦૧૦ ઇ.પી.કો કલમ- ૧૯ર,૧૯૬,૪૦૪,૪૦૬,૪૦૮,૪૦૯, ૪૧૮,૪ર૦, ૪૬૬,૪૬૭, ૪૬૮,૪૭૦, ૪૭૧, ૪૭ર, ૪૭૪, ૪૭૫,  ૪૭૭(ક),૧ર૦(બી),૧૧૪ ના કામે નાગડકા સેવા જુથ સહકારી મંડળીના મંત્રી રાજેન્દ્રસિંહ દુધનાથસિહ ગૌતમ રાજપુત રહે.સાયલા સ્વસ્તિક સોસાયટી વાળાએ સને-ર૦૦૪ થી સને-ર૦૧૦ ના સમયગાળા દરમ્યાન પોતાના મંત્રી તરેકના હોદાનો દુરઉપયોગ કરી ખોટા પુરાવા તથા દસ્તાવેજો ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી, તેમજ મૃતખેડુતોના ખોટા ધીરાણો ઉભા કરી, સભ્યો બાકીદારો હોવા છતા ખોટા નોડયુસર્ટીઓ આપી, બેન્કના હીતને ગેરકાયદેસર રીતે નુકશાન પહોચાડી તેમજ ઠગાઇ કરવાના ઇરાદાથી ખોટા દસ્તાવેજો સાચા તરીકે ઉપયોગ કરી, સેવા સહકારી બેન્ક સાથે ગુન્હાહિત વિશ્વાતધાત, છેતરપીંડી, ઠગાઇ કરી નાણાકીય ગોટાળા ગેરરીતી તથા બોગસ ધીરાણ કરી કુલ રૂ.૫,૮૩,૦૬,૧૫૧/- ની ઉચાપત કરી ગુન્હો કરેલ અને સને-ર૦૧૦ થી ગુન્હો કર્યા બાદ સાયલા છોડી નાશી ભાગી ગયેલ હોય, મજકુર આરોપીની પુત્રી અમદાવાદ બાપુનગર ખાતે રહેતા હોય તે જગ્યાએ તેમજ આરોપીના સાળા ગોધરા મુકામે રહેતા હોય તે જગ્યાએ તેમજ આરોપીના મુળ વતન રામગઢ ગામ જી.જોનપુર ઉતરપ્રદેશ મુકામે તપાસ કરી કરતા આરોપી મળી આવેલ નહી જેથી તપાસમાં ચાલુ રહેવાની શરતે વર્ગ અ સમરી ભરવામા આવેલ. તેમજ ત્યારબાદ પણ આરોપીના દિકરા, પત્ની, દિકરીઓ, સાળા, કુટુંબીજનોની સધન પુછપરછ કરવા છતા આરોપી મળી આવેલ નહી.

આ કામનો આરોપી ગુન્હો કર્યા બાદ લાંબા સમયથી નાસતો ફરતો હોય, તેમજ આરોપીના પરીવારના માણસો આરોપી બાબતે સાચી હકીકત છુપાવતા હોવાની શંકા જતા  ડી.એમ.ઢોલ  પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ ખાનગી બાતમીદારો સક્રીય કરી તેમજ પો.સ.ઇ વી.આર.જાડેજા બને તાબાના સ્ટાફ મારફતે મજકુર આરોપી શોધી કાઢવા, સુચના આપી, હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તેમજ ટેકનીકલ સોર્સ આધારે તપાસ શરૂ કરવામા આવેલ. આરોપી સાથે સંકળાયેલ ઇસમોના મોબાઇલ કોલ ડીટેઇલનો અભ્યાસ કરવામા આવેલ, આરોપી અમદાવાદ વિસ્તારમા હોઇ શકે? તેવી હકીકત મળતા તે દીશામાં તપાસ હાથ ધરવામા આવેલ. ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સિસ તેમજ તાબાના સ્ટાફ મારફતે તે દિશામાં તપાસ આરંભવામા આવેલ. આમ સતત અને સખત ઉંડાણપુર્વકની તપાસના અંતે ચોકકસ હકીકત મળેલ કે આરોપી રાજેન્દ્રસિંહ દુધનાથસિંહ ગૌતમ જાતે.રાજપુત હાલે અમદાવાદ શહેર મેધાણીનગર વિસ્તારમાં છુપાઇને રહેતો હોય જેથી પો.સ.ઇ શ્રી વી.આર.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફની ટીમ બનાવી અમદાવાદ મેઘાણીનગર વિસ્તાર સર્ચ કરવામા આવેલ. મેઘાણીનગર વિસ્તારની તપાસ દરમ્યાન મજકુર આરોપી ભાર્ગવ રોડ, ભાર્ગવ ટેનામેન્ટમાં ૧૦૯ નંબરમા રહેણાંક મકાનમા રહેતો હોવાની ચોકકસ હકીકત જણાઇ આવતા એલ.સી.બી. ટીમ દ્રારા રાત્રીના સમયે યોગ્ય પોલીસ ટીમ સાથે બાતમી હકીકત વાળા રહેણાંક મકાને છાપો મારતો આરોપી બિન્દાસ્ત સુતેલી હાલતમાં મળી આવતા, મજકુરને પકડી પ્રાથમીક પુછપરછ કરતા પોતાનુ નામ રાજેન્દ્રસિંહ દુધનાથસિંહ ગૌતમ જાતે.રાજપુત ઉવ.૬૭ હાલ રહે. ૧૦૯, ભાર્ગવ ટેનામેન્ટ, ભાર્ગવ રોડ, મેધાણીનગર અમદાવાદ શહેર વાળો તથા પોતે સાયલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં-૧૨૧/૨ર૦૧૦ ઇ.પી.કો કલમ-૪૦૬, ૪૦૮, ૪૦૯, ૪૨૦ વિ.મુજબનો ગુન્હો કર્યા બાદથી આજદીન સુધી નાસતો ફરતો હોવાની કબુલાત આપતા મજકુર ઇસમને અમદાવાદ થી લાવી આગળની કાર્યવાહી અર્થે સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર ના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઢોલ પો.સ.ઇ વી.આર.જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ.નરેન્દ્રસિંહ દિવાલરસિંહ તથા વાજસુરભા લાભુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો.હેડ.કોન્સ.જુવાનસિંહ મનુભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભાઇ તથા પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અનિરૂધ્ધસિંહ અભેસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ

તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા ટેકનીકલ સેલના પો.સબ.ઇન્સ.શ્રી એ.એસ.નાયર તથા પો.કોન્સ. ગીરીરાજસિંહ ઝાલા તથા જયદીપભાઇ રાવલ એ રીતેની ટીમ દ્રારા છેલ્લા દશ વર્ષથી ઉંચાપતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવામા આવેલ છે.(

(1:15 pm IST)