Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ખાંભાના નવા માલકનેશમાં ચુલાની ઝાળમાં દાઝી જતા મહિલાનું મોત

અમરેલી તા.ર૬ : ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામે રહેતી ચંદ્રીકાબેન ભાવેશભાઇ સોલંકી ઉ.ર૪ પોતાના ઘરે રસોઇ કરવા ચુલો સળગાવવા ચુલામાં કેરોસીન નાખી ચુલો સળગાવતા, વધુ કેરોસીન ચુલામાં નાખવા જતા હાથમાં રહેલ કેરોસીનનુ ભરેલ ડબલુ ચુલામાં પડી જતા ભડકો થતા દાઝી જતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ. જયા સારવાર દરમિયાન મોત નિપજયાનું વલ્લભભાઇ ભાયાભાઇ સોલંકીએ ખાંભા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

સાવરકુંડલા નજીક અકસ્માતમાં મોત

સાવરકુંડલાના જીંજુડા રોડ રાધિકા નર્સરી પાસે હોન્ડા સાઇન જીજે ૦૧ જેએસ પપ૯૧ ના ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી, વિપુલભાઇ કાળુભાઇ ડાબસરાના બાઇકનં. જીજે ૧૪કયુ ૮૧૮ર સાથે ભટકાવી ગંભીર ઇજા પહોચાડી કાળુભાઇનું મોત નિપજાવી પાછળ બેઠેલ અશોકભાઇને ગંભીર ઇજા કરી નાશી ગયાની લાખાભાઇ કાળુભાઇ ડાબસરા રહે. પીઠવડી વાળાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અકસ્માતમાં ઇજા

બગસરા તાલુકાના ઘેટીયાણ ગામે રાણીંગભાઇ મેરામભાઇ હુદડ (ઉ.૬પ) પોતાની વાડી ખેતર પાસે આવેલ રોડ પર ઉભા હતા ત્યારે કાનજી ભગવાન ત્રાપસીયા રહે.ધારી ગુંદરડી તા. ભેસાણ વાળાએ પોતાનું બાઇક પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી રાણીંગભાઇ સાથે અથડાવી કમરના ભાગે ઇજા કરી નાશી ગયાની પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:10 pm IST)