Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

અમરેલીમાં લેઉવા પટેલ વાડીનું થશે નિર્માણ

અમરેલી તા. ૨૬ : સમાજ માટે સતત કઈક નવુ કરવુ, સમાજ કાર્યને ગતિ આપવી, સમાજ જીવન શિક્ષીત અને બળવતર બને તેવા સતત પ્રયાસ કરતા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી લેઉવા પટેલ સમાજના એક સામાજીક પ્રસંગમા હાજરી આપવા જતા કાર્યક્રમ યોજાયેલ તે સમાજ વાડીની સગવડતાઓ અને આધુનિક વ્યવસ્થાઓ નિહાળીને પ્રભાવીત બન્યા અને તે જ ક્ષણે અમરેલી ખાતે પણ આવી  અત્યાદ્યુનિક, વિશાળ અને સુવિધાપુર્ણ લેઉવા પટેલ વાડીના નિર્માણનો વિચાર સ્ફૂર્યો અને આ વિચારને સમાજના આગેવાનો સમક્ષ મૂકવાના ભાગરૂપે પટેલ કન્યા છાત્રાલય ખાતે લેઉવા પટેલ સમાજના સામાજીક–રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વિવિધ સંસ્થાઓના આગેવાનો સહિત સૌ આગેવાનોની  મીટીંગ બોલાવી ઉપસ્થિતમા પટેલ વાડીના નિર્માણ અર્થે એક અદ્ભૂત સંકલ્પ કરવામા આવ્યો અને અમરેલીમા નમુનારૂપ ભવ્ય વાડીના નિર્માણનું નકકી કરવામા આવેલ.  ઉપસ્થિત લોકો સમક્ષ સંઘાણીએ લેઉવા પટેલ વાડીના નિર્માણ અને તેના ઉદ્ેશની વાત રજુ કરેલ જેને સૌએ આવકારી તન–મન–ધન થી સહયોગ આપવાનો કોલ આપ્યો હતો. પટેલ સમાજ માટેની હિતકારી સંઘાણીની વાત એટલી અસરકારક રહી કે ઉપસ્થિત લોકોએ પટેલ સમાજ વાડીના કાર્યમા મોકળા મને આર્થીક સહયોગની ખાત્રી આપી હતી. પરેશભાઈ ધાનાણીએ  શુભેચ્છા પત્ર સાથે જે નિર્ણય થાય તેને સહયોગની ખાત્રી આપી. 

મીટીંગમા વિરજીભાઈ ઠુંમર, નારણભાઈ કાછડીયા, વલ્લભભાઈ કાકડીયા, પ્રતાપભાઈ દુધાત, જે.વી.કાકડીયા, પી.પી.સોજીત્રા, વસંતભાઈ મોવલીયા, દિનેશભાઈ બાંભરોલીયા, ડી.કે.રૈયાણી, કાંતિભાઈ સતાસીયા, દાસભાઈ ધામી, બાવકુભાઈ ઉંધાડ, મુકેશભાઈ સંઘાણી, અશ્વિનભાઈ સાવલીયા, દિપકભાઈ માલાણી, એમ.કે.સાવલીયા, ઘનશ્યામભાઈ ડોબરીયા, કોમલબેન રામાણી, ભાવનાબેન ગોંડલીયા, મનીષ સંઘાણી, વિઠૃલભાઈ બાંભરોલીયા, ભૂપતભાઈ સાવલીયા, હંસાબેન મકાણી વિગેરે લોકો એ પણ મંતવ્યો રજુ કરેલ હતા.

રમેશભાઈ કાથરોટીયા, જયંતિભાઈ પાનસુરીયા, વલ્લભભાઈ ખેતાણી, બાલુભાઈ તંતી, કાંતિભાઈ વઘાસીયા, ચતુરભાઈ ખુંટ, પ્રાગજીભાઈ હિરપરા, સરલાબેન ગજેરા, હિરેનભાઈ હિરપરા, કાળુભાઈ ભંડેરી, અશોકભાઈ કોઠીયા, બેચરભાઈ ભાદાણી, બાલુભાઈ વોરા સહિત સમાજ શ્રેષ્ઠિઓ પણ આ તકે ઉપસ્થિત રહયાનું જણાવાયેલ છે.(

(1:10 pm IST)