Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મોરબીમાં રહીમ ઉપર નામચીન દાઉદ પલેજાએ ફાયરીંગ કર્યુ'તું : ગુન્હો નોંધાયો

મોરબી તા. ૨૬ : મોરબીના કાલિકા પ્લોટમાં મોડી રાત્રીના સમયે ઙ્ગયુવાન પર ફાયરીગ કરનાર નામચીન શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતો રહિમ વલીંમામદ જારવાણી નામના યુવાનને ગોળી વાગતા પેહલા મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જેમાં મળતી વિગત મુજબ ઇજાગ્રસ્ત યુવાન રહિમ અને દાઉદ મામદભાઈ પલેજા બને છત પર બેઠા હતા ત્યારે આરોપીએ દેશી તમચા ના વડે ઇજાગ્રસ્ત યુવાનને ગુપ્ત ભાગે ઙ્ગતેમજ હાથ સહિતના ભાગોમાં ઇજા કરી હતી.

પોલીસ આ અંગે ફરિયાદ નોંધી ફાયરીગ કરનાર શખ્સને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે જેની વધુ તપાસ પી.આર. આર. જે.ચૌધરી ચલાવી રહ્યા છે. ફાયરીગ કરનાર શખ્સ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

(1:10 pm IST)