Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

કેશોદમાં પાક વિમો મળવા ત્રણ દિવસના ધરણાં સાથે આવેદન આપતી ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિ

કેશોદ,તા.૨૬:  કેશોદમા ગઈકાલે ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિના નેજા હેઠળ તાલુકા પંચાયત કચેરી ખાતે ખેડૂતો એકઠા થયા હતા. જેમાં ખેડૂતોએ પાક વીમામાં થયેલ અન્યાયઙ્ગ બાબતે રોષ વ્યકત કર્યો હતો. હમારી માંગે પુરી કરો સૂત્રોચાર સાથે મામલતદાર કચેરી સુધી ખેડૂતોની બાઇક રેલી યોજાઇ હતી. જેમા આવદનપત્ર આપી ખેડૂતો મામલતદાર કચેરીએ ત્રણ દિવસના ધરણા પર ઉતરી ગયા હતા.

કેશોદ તાલુકામાં પાકવીમાનું સર્વે ૩ માસ અગાવ કરવામાં આવ્યું પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાની ગાઇડલાઇન્સ અનુસાર સર્વે કામગીરી પૂર્ણ થઈ ત્યાંર પછી બીજા ૧૫ દિવસમાં ખેડૂતો ને પાકવીમો ચૂકવી આપવાનો થતો હોઈ છે. અથવા કેશોદ તાલુકાના સર્વે થયેલ આંકડાઓ જાહેર કરોની માંગ સાથેઙ્ગ ખેડૂતો દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી ફસલ યોજનામાં કેશોદ તાલુકાને વીમો નહિ મળતા કેશોદ તાલુકા પંચાયત ખાતે ખેડૂતો દ્વારા પોસ્ટ કાર્ડ ઝુંબેશ ચલાવી જેમાં સરકાર વિરુધ્ધ મગફળી કૌભાંડ સહિતના પ્રશ્ને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.તથા પોષ્ટકાર્ડ પાછળ અશુભ લખી ખેડુતોએ નારાજગી વ્યકત કરી કેશોદ તાલુકાને પાકવીમો આપવા ઉગ્ર માંગણી કરી હતી.આ તકે ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિના પ્રમુખ ધીરૂભાઇ જાટીયા ભરતભાઈ લાડાણી સરપંચ ઉપસરપંચ ખેડૂતો સહિત ઉપસ્થિત રહ્યા હતા.

(1:07 pm IST)