Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ભાવનગર જિલ્લાના તળાજામાં ઘેરઘેર રોટલો ઉઘરાવી ભૂખ્યાને પહોંચાડાશે

અન્નક્ષેત્રના લાભાર્થે ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં ભારદ્વાજબાપુ ગૌસ્વામીની શિવકથા

ભાવનગર તા. ૨૬ : ભાવનગર જિલ્લાના તળાજામાં વસનાર ગરીબ વર્ગ ભૂખ્યો ન રહે તે માટે આગામી દિવસોમાં શિવકથાનું આયોજન થઈ રહયૂ છે. ભીડ ભંજન મહાદેવ મંદિર ના પટાંગણમાં શિવકથા યોજવામાં આવશે.

તળાજીનદી કાંઠે આવેલ ભીડભંજન મહાદેવના મંદિરમાં પૂજા કરતા શિવ કથાકાર ગિરિવરબાપુના દીકરા ભારદ્વાજ ગૌસ્વામી જયાં બટકું રોટલો ત્યાં હરિ ઢુંકડોનું સૂત્ર જીવનમાં ચરિતાર્થ કરવા જઈ રહ્યા છે. તળાજાની ભૂમિપર તેમના જણાવ્યા પ્રમાણે અહીં કોઈ ગરીબ વ્યકિત કે પરિવાર ભૂખયો ન રહે તે માટે આગામી દિવસો માં ઘેરઘેર જઈ ને રોટલો ઉઘરાવવામાં આવશે. અન્નદાતા તરફથી મળેલ ભોજન ગરીબ પરિવાર સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવશે.

આશુતોષ અન્નક્ષેત્રના લાભાર્થે આગામી તા ૨/૩ થી ૮/૩ સુધી બપોરે ૩ થી ૬ ભીડભંજન મહાદેવ ના સાનિધ્યમાં શિવકથા યોજવામાં આવશે.

શિવકથાની વિશેષતા એ રહશે કે શિવકથામાં ભસ્મનો મહિમા, પંચાક્ષરનો મહિમા, શિવલિંગ કેટલા પ્રકારની હોય, કોની કેમપૂજા કરવી, બિલ્વપત્ર અને રૂદ્રાક્ષનું મહત્વ, બાર જયોતિર્લિંગનું મહત્વ સહિતની બાબતોનું જ્ઞાન પીરસવામાં આવશે.

શિવકથાની પોથીયાત્રા યશવંતસિંહ રાણાના ઘેરથી નીકળશે. જિલ્લા ભરની ધાર્મિક સંસ્થા, મંદિરોના સંતો, મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો, વેપારીઓ, અધિકારીગણ ઉપસ્થિત રહેશે.

(11:49 am IST)