Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મોરબી જિલ્લામાં અઢી લાખ બાળકોને કૃમિ નાશક ગોળી ખવડાવવાનું આયોજન

 મોરબી,તા.૨૬: રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે તા. ૨૭ ના રોજ મોરબી જીલ્લાના ૧ થી ૧૯ વર્ષના અંદાજે ૨.૫ લાખ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાનું આયોજન કરેલ છે કાર્યક્રમ દરમિયાન મોરબી જીલ્લાની ૭૬૮ પ્રાથમિક શાળા, ૨૧૪ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, ૮૩૭ આંગણવાડી તેમજ ૨૪ અન્ય સંસ્થાઓ મળીને કુલ ૧૮૪૩ સંસ્થાઓના ૨.૫ લાખ બાળકોને તેમજ શાળા કે આંગણવાડીમાં નોંધાયેલ ના હોય તેમજ ૧ થી ૧૯ વર્ષની વય ધરાવતા હોય તેને પણ કૃમિનાશક ગોળી ખવડાવી કૃમિ સામે રક્ષણ આપવાનું આયોજન કરેલ છે.

કાર્યક્રમમાં જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડી વર્કર, હેલ્પર, આશા બહેનોને કામગીરી સોપવામાં આવી છે આ ગોળી વર્ષમાં બે વાર ખાવાથી બાળકોમાં જે લોહીની ઉણપો ર અહી છે તેમાં સુધારો થાય છે પોષણ સ્તર સુધરે છે તેમજ સ્કૂલ અને આંગણવાડીમાં હાજરી અને ગ્રહણ શકિત સુધારવામાં મદદરૂપ થાય છે અને ભવિષ્યમાં કાર્યક્ષમતા અને જીવનદરમાં વૃદ્ઘિ થાય છે.

આ ગોળી  ઉપયોગી હોય જેથી ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિનાશક દવા નજીકની શાળા અને આંગણવાડી પર જઈને ખવડાવવા જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા દ્વારા અપીલ કરવામાં આવી છે ઉપરાંત બાકી રહેલ બાળકોને તા. ૦૩-૦૩-૨૦૨૦ ના રોજ મોપઅપ રાઉન્ડના દિવસે શાળા તથા આંગણવાડીમાં કૃમિનાશક ગોળી ખવડાવાશે અને કૃમિ સામે રક્ષણ આપવામાં આવશે.

(11:48 am IST)