Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ધોરણ-૧૦-૧રની પરિક્ષાના સંદર્ભે

દેવભુમી દ્વારકા જિલ્લાના પરિક્ષા કેન્દ્રોના સંચાલકોને તાલીમ અપાઇ

જિલ્લા કલેકટરે બેઠક યોજીઃ ૬૭ બિલ્ડીંગમાં ૧૬૦ં૦૦ વિદ્યાર્થી પરિક્ષા આપશે

 ખંભાળીયા, તા., ર૬: દેવભુમી દ્વારકા જિલ્લામાં આગામી માર્ચ માસમાં શરૂ થનાર ધો.૧૦/૧૨ની જાહેર પરીક્ષાઓની સંદર્ભમાં જિલ્લા શિક્ષણાધીકારીશ્રી એચ.આર.ચાવડા દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલકોની મીટીંગ તથા તાલીમ યોજીને સુંદર વ્યવસ્થા ગોઠવાઇ છે.

સૌથી વધુ કેન્દ્રો ૧૮ ખંભાળીયામાં

ધો.૧૦ની પરીક્ષામાં  સૌથી વધુ પરીક્ષા સ્થળો ખંભાળીયામાં છે. એસએનડીટી શાળા, નવચેતન, વરોતરીયા  હાઇકુલ, શિવમ ગર્લ્સ સ્કુલ, જીવીજે હાઇસ્કુલ, દા.સું. ગર્લ્સ હાઇસ્કુલ, નવચેતન હાઇસ્કુલ સહીત ૧૮ કેન્દ્રો છે. જિલ્લાના જામરાવલમાં એચ.જી.એમ.હાઇસ્કુલ તથા મ.જ.સુચક હાઇસ્કુલ તથા રાવલ બ્રાંચ શાખામાં પરીક્ષા ગોઠવાઇ છે.

ભાણવડમાં વી.એમ.ઘેલાણી, પરીશ્રમ વિદ્યાલય, પાર્થ માધ્યમિક શાળા, એમ.વી.ઘેલાણી, ભગીરથ વિદ્યાલયમાં દ્વારકામાં મોડેલ સ્કુલ, એન.ડી.એચ. તથા પી.વી.એમ. ગર્લ્સ હાઇસ્કુલમાં મીઠાપુરમાં મીઠાપુર હાઇસ્કુલમાં ભાટીયામાં આર.એસ.કંડોરીયા, એલ.એન.પરમાર, પી.આર.એમ. તથા સતવારા સમાજ કન્યા શાળામાં, કલ્યાણપુરમાં સરકારી મોડેલ સ્કુલ તથા કર્મયોગ હાઇસ્કુલમાં નંદાણામાં જી.એમ.ડી.સી. હાઇસ્કુલમાં તથા વાડીનારમાં નવયુગ વિદ્યાલય તથા સેંટ અન્ય શાળામાં ગોઠવાઇ છે.

ધો.૧ર સામાનય પ્રવાહમાં દ્વારકા એન.ડી.એચ. હાઇસ્કુલ ભાટીયામાં સાંદીપની હાઇસ્કુલ, પી.આર.એલ. સહીત પાંચ શાળામાં  વ્યવસ્થા ગોઠવાઇ છે. મીઠાપુરમાં મીઠાપુર હાઇસ્કુલ દેવભુમી પરીક્ષા સ્થળે ભાણવડમાં વી.એમ.ઘેલાણી અને એમ.વી.ઘેલાણી, ખંભાળીયામાં દા.સુ. ગર્લ્સ હાઇસ્કુલ શારદાર હાઇસ્કુલ આલ્ફા હાઇસ્કુલ, સેંટ કર્વે વારોતરીયા વી.એચ. અને વી.એચ. હાઇસ્કુલ નવચેતન વિ. સ્થળે છે.

દેવભુમી દ્વારકા જિલ્લાના ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા વ્યવસ્થા જી.વી.જે. સરકારી હાઇસ્કુલ, એસ.એન.ડી.ડી. હાઇસ્કુલ તથા શેઠ વી એમ.જી.દતાણી ગર્લ્સ હાઇસ્કુલ ખંભાળીયા તથા મીઠાપુર ટાટા કેમીકલ્સ હાઇસકુલ ખાતે રાખવામાં આવી છે.

ધો.૧૦ના ઝોનલ અધિકારી તરીકે ગોપાલભાઇ નકુમ તથા ધો.૧રના ઝોનલ અધિકારી તરીકે વિમલભાઇ ફિરતસાતા નિમાયા છે.

કલેકટરે બેઠક યોજી

જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિની મીટીંગ યોજાઇ હતી.

મીટીંગમાં શરૂઆતમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એચ. આર. ચાવડાએ જિલ્લામાં કુલ ૬૭ બિલ્ડીંગોમાં ધો. ૧૦ થી ૧ર ની પરીક્ષાઓ યોજાશે જેમાં ધો. ૧૦ માં ૪૩ બિલ્ડીંગો તથા ધો. ૧ર અને સંસ્કૃતમાં ર૪ બિલ્ડીંગોમાં કુલ ૧૬૦૦૦ ઉપરાંત પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે તથા તમામ બિલ્ડીંગો કેન્દ્રો માટે સ્થળ સંચાલક, જરૂરી સ્ટાફ, તમામ સ્થળે સી. સી. ટીવી તથા સ્ટાફ ને ટ્રેનીંગ અપાયાનું જણાવીને જયાં જરૂર પડે ત્યાં એસ. ટી. બસની સેવા તથા દરેક કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત સરકારી પ્રતિનીધી સાથે આ વખતે ટ્રેકીંગ સિસ્ટમથી પેપર વિતરણ સ્થળેથી નીકળે ત્યાંથી પરત આવે ત્યાં સુધી જી. પી. એસ. સીસ્ટમની જાણકારીશ્રી હસમુખ ભેંસદડીયાએ આપી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત બોર્ડ સદસ્યશ્રી રાજેશ વસરાએ બોર્ડની કામગીરી પરીક્ષાના સંદર્ભેમાં કેટલીક મહત્વની જાણકારી આપી હતી તથા મીટીંગમાં ઉપસ્થિત સભ્યોએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.

અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ પણ શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ લેવાય તથા મહેનત કરનાર છાત્રોને સારૃં પરીણામ મળે તથા તેમને પરીક્ષામાં કોઇ પરેશાની ના થાય તે માટે ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું.

મીટીંગમાં અધિક નિવાસી કલેકટરશ્રી કે. એમ. જાની, પ્રા. જિ. શિ. શ્રી ભાવસિંહ વાઢેર તથા જિલ્લાના વિવિધ સંઘોના હોદેદારો એજયુ. ઇન્સ્પેકટર ગોપાલભાઇ નકુમ, પાલિકા ચીફ ઓફીસરો વિ. ઉપસ્થિત રહ્યા હતાં.

(11:47 am IST)