Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ધોરાજીમાં રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગ યોજાયો

 ધોરાજી, તા. ૨૬ : રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ધોરાજીના ભુતવડ સરસ્વતી વિદ્યાપીઠ ખાતે અનુસૂચિત જનજાતિ ના વિદ્યાર્થીઓ ભાઈ બહેનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની નિશુલ્ક તાલીમ વર્ગ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ધોરાજીના ભુતવડ સરસ્વતી વિદ્યાપીઠ ખાતે રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરુપે નિશુલ્ક તાલીમ વર્ગ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી એસપી સાગર બાગમાંર તેમજ એસસીએસટી સેલના ડીવાયએસપી શ્રુતિ મહેતા તેમજ ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય જોશી ના વરદ હસ્તે સ્પર્ધાત્મક તાલીમ વર્ગ અને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

સમારંભના અધ્યક્ષ સ્થાનેથી આઇપીએસ અધિકારી સાગર બાગમાંર એ તાલીમાર્થીઓને જણાવેલ કે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ના માધ્યમ થી રાજકોટ જિલ્લામાં વસતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે નિશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ વર્ગ ના માધ્યમથી ગરીબ વિદ્યાર્થીઓ પણ ષ્ટિંસ્ન અને યુપીએસ પરીક્ષા આપી શકે તેવા માધ્યમથી આ વર્ગને ખુલ્લો મૂકવામાં આવેલો છે.

મારે ગુજરાતના વિદ્યાર્થીઓને જણાવવાનું કે અમારા વતન રાજસ્થાન મા દર હજાર વિદ્યાર્થીઓએ સો વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષા પાસ કરે છે અને દેશમાં સેવા બજાવે છે પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓ યુપીએસ પરીક્ષામાં ખૂબ જ ઓછા પાસ થાય છે જે બાબતે તમારે વિચાર કરવો જોઈએ કે જે પ્રકારે જીપીએસ ગુજરાત ની પરીક્ષા છે તે પ્રકારે યુપીએસ સમગ્ર દેશ માટે ની પરીક્ષા છે દરેક વિદ્યાર્થીઓએ આ બાબતે વિદ્યાર્થીઓએ તૈયારી કરવી જોઈએ જનરલ નોલેજ તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વનો છે તેમજ જીપીએસ અને યુપીએસ પરીક્ષા માટે જે પ્રકારે તૈયારી કરવાની હોય છે તે વિના સંકોચે કોઈપણ જાતના ડર વિના કરવી જોઈએ તો હું માનું છું કે સો ટકા ગુજરાતના વિદ્યાર્થીઓ પણ દેશની સેવા માટે આગળ વધશે.

રાજકોટ જિલ્લા એસસીએસટી સેલના ડીવાયએસપી શ્રુતિ મહેતાએ જણાવ્યું કે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા આપ સૌ વિદ્યાર્થી ભાઈ-બહેનો સ્વાગત છે તેમજ gps અને યુપીએસ પરીક્ષા બાબતે ઘણો બધો તફાવત છે જે તફાવત જોતાં આજે ગુજરાતના મહેમાન તરીકે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવ્યા છે અને ભારત અને અમેરિકા વચ્ચે જે પ્રકારની સંધિ થવાની છે તે પણ યુપીએસસી પરીક્ષામાં મહત્વના મુદ્દા હોઈ શકે છે આ પ્રકારે ગુજરાતની સાથે સાથે સમગ્ર દેશ નું જનરલ નોલેજ હોવું જરૂરી છે તો જ વિદ્યાર્થી બંને પરીક્ષામાંથી આગળ નીકળી શકે તેવું મારું માનવું છે આ બાબતે વિદ્યાર્થીઓને પણ ખૂબ જ આગળ વધે અને ગુજરાત અને દેશની સેવા માટે પરીક્ષા પાસ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

સ્પર્ધાત્મક પરીક્ષાના શિક્ષક વિવેક જોશીએ પણ સ્પર્ધાત્મક પરીક્ષા વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું અને જણાવેલ કે અહીં દરરોજ જુદા જુદા શિક્ષકો દ્વારા gps અને યુપી એસ પરીક્ષા બાબતે તાલીમ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ આ બાબતે ખૂબ ખૂબ જ આગળ વધે તેવો અમારો પ્રયત્ન છે.

તાલીમ વર્ગના સમારોહમાં વિવેકભાઈ જોશી અંકિતભાઈ ભટ્ટ રોહીણીબેન ભટ્ટ દેવાંગભાઈ જોશી જાનવીબેન વ્યાસ ગાયત્રીબેન ભટ્ટ અંજનાબેન અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ શામજીભાઇ ચૌહાણ સપનાબેન વદ્યાસીયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અંજનાબેન એ કરેલ હતું.

(11:46 am IST)