Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જૂનાગઢ : બેલ્ટ એકઝામમાં સિધ્ધિ

જૂનાગઢ : રાજશાખા રાયફલ કલબ જૂનાગઢ મુકામે વાડોકાય કરાટે એકેડેમી ગુજરાત દ્વારા બેલ્ટ એકઝામનું આયોજન કરેલ જેમાં પ૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અલગ અલગ રેંકની આ એકઝામમાં પ્રાંચી મયંકભાઇ શાહએ સ્ટ્રેન્થ, ફલેકસીબીલીટી અને સીલેબસના બધા જ માપદંડ પૂરા કરી બ્લેક બેલ્ટની સિધ્ધી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કક્ષા સુધી પહોચવા પ્રાચીએ ચાર વર્ષ સુધી સખત મહેનત કરવી પડી હતી. કોચ હિરેન ખુંટી અને ગુજરાત હેડ અરવિંદ રાણાએ શાહ પરિવારને શુભકામનાઓ આપી હતી.(તસ્વીર : મુકેશ વાઘેલા,જૂનાગઢ)

(11:45 am IST)