Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

માળીયા મિંયાણામાં શબાના દાઝી જતાં ગંભીરઃ ૧૫ દિ' પહેલા જ સગાઇ થઇ છે

રાજકોટ તા. ૨૬: મોરબીના માળીયા મિંયાણામાં પશુ દવાખાના પાસે રહેતી શબાના કાદરભાઇ મોવર (ઉ.૨૦) નામની યુવતિ રાત્રે સાડા નવેક વાગ્યે ગંભીર રીતે દાઝી જતાં માળીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

શબાના પાંચ બહેન અને બે ભાઇમાં ત્રીજી છે. તેના પિતા કાદરભાઇ આદમભાઇ નમક બનાવવાની મજૂરી કરે છે. શબાનાની પંદર દિવસ પહેલા જ ગામના યુવાન સાથે સગાઇ થઇ છે. રાતે તેની મોટી બહેન બેસવા આવી હોઇ તેના માટે તેણી ચા બનાવતી હતી   ત્યારે સ્ટવમાં ભડકો થતાં દાઝી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ માળીયા મિંયાણા પોલીસને જાણ કરતાં વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:41 am IST)