Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

લોધીકા તાલુકાના દેવગામ મુકામે આવેલ સર્વે નં.૩૬ પૈકી 'જમુના પાર્ક' તથા સર્વે નં.૩૭ પૈકી 'ગંગા પાર્ક' તરીકે ઓળખાતી મિલ્કત સંબંધે ગોંડલની ડિસ્ટ્રીકટ કોર્ટ દ્વારા ફરમાવેલ યથાવત પરિસ્થિતિનો હુકમ

રાજકોટ, તા. ૨૬ : રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના ગામ દેવગામના રેવન્યુ સર્વે નં.૩૬ અને ૩૭ ની જમીન કે જે 'જમુના પાર્ક' તથા 'ગંગા પાર્ક' તરીકે ઓળખાય છે. તે બીનખેતીના પ્લોટ કે જે પ્લોટો 'પ્રકૃતિ ઉપવન'નો કોઈપણ ભાગ નથી અને આ પ્લોટો સંબંધે વિજયભાઈ અમલાણી દ્વારા સ્વતંત્ર સાટાખત કરી કરારના વિશિષ્ટ પાલન કરવા અંગેના જુદા જુદા બે દાવાઓ કરેલ. જે બન્ને દાવાઓમા જીતુલ જેન્તીલાલ કોટેચા તથા તેના ભાઈઓ મુકુલ જેન્તીલાલ કોટેચા, કેતન જેન્તીલાલ કોટેચા અને ઓમપ્રકાશ જેન્તીલાલ કોટેચા દ્વારા કરી આપવામા આવેલ. 'જમુના પાર્ક' તથા 'ગંગા પાર્ક' ના સર્વે નં,.૩૬ અને ૩૭ ની જમીનના સાટાખતનુ પાલન ન કરતા તે અંગે સાટાખતોના પાલન કરાવવા માટેના દાવાઓ વિજયભાઈ અમલાણી મારફતે કરવામા આવેલ. આ બન્ને દાવાઓમાં 'જમુના પાર્ક અને ગંગા પાર્ક'ની જમીનો હતી તે જમીનમા 'પ્રકૃતિ ઉપવન' કે જેના રેવન્યુ સર્વે નં.૩૪, ૩૫ અને ૩૮ છે તેનો સમાવેશ થતો ન હતો. કારણ કે, 'પ્રકૃતિ ઉપવન' ની જમીન 'જમુના પાર્ક' તથા 'ગંગા પાર્ક'ની જમીનથી સંપુર્ણપણે અલગ છે તે કુલ જમીન એકર ૯૧-૨૬ ને 'જમુના પાર્ક'' તથા 'ગંગા પાર્ક' ની જમીન સાથે કોઈ નિસ્બત નથી. પરંતુ, કરારના વિશિષ્ટ પાલનના દાવામા નામદાર નીચેની અદાલતે પ્રથમથી જ જીતુલ જેન્તીલાલ કોટેચા, મુકુલ જેન્તીલાલ કોટેચા, કેતન જેન્તીલાલ કોટેચા અને ઓમપ્રકાશ જેન્તીલાલ કોટેચા સામે 'જમુના પાર્ક' અને 'ગંગા પાર્ક'ની જમીન કે જેમા 'પ્રકૃતિ ઉપવન'ની કોઈપણ જમીનનો સમાવેશ થતો નથી તે જમીનો ઉપરોકત જીતુલ કોટેચા અને તેમના ભાઈઓ કોઈપણ સ્વરૂપે ટ્રાન્સફર, ગીરો, વેચાણ કરવી નહી તેમજ તે જમીનનો કબ્જો વિજયભાઈ અમલાણી પાસે રહેલ છે તે કબ્જા સંબંધે મનાઈ હુકમ આપેલ. સદરહુ મનાઈ હુકમ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ માન્ય રાખવામા આવેલ હતો. તેમ પ્રવૃતિ ઉપવનના શ્રી પિયુષ મહેતાએ જણાવ્યુ છે.

તેમની લેખિત યાદી મુજબ ત્યારબાદ વિજયભાઈ નારણભાઈ અમલાણી દ્વારા રેગ્યુલર દિવાની અપીલ નં.૨/૨૦૧૮ તથા રેગ્યુલર દિવાની અપીલ નં.૩/૨૦૧૮ દાખલ કરી દેવગામના રેવન્યુ સર્વે નં.૩૬ અને ૩૭ સંબંધે મનાઈ હુકમની માંગણી કરવામા આવતા નામદાર અદાલતે ઉપરોકત જીતુલ જેન્તીલાલ કોટેચા તથા તેમના ભાઈઓ સામે અપીલના કામે પણ એકતરફી મનાઈ હુકમ ફરમાવેલ હતો તથા ત્યારબાદ આ 'જમુના પાર્ક' કે 'ગંગા પાર્ક' ની જમીનને 'પ્રકૃતિ ઉપવન'ની બીનખેતી થયેલ જમીન સાથે કોઈપણ પ્રકારનુ સાટાખત કે નિસ્બત નથી. તેવી 'જમુના પાર્ક'' તથા 'ગંગા પાર્ક'ની જમીન સંબંધે જીતુલ જેન્તીલાલ કોટેચા તથા તેના ભાઈઓ વિરૂધ્ધ ઉપરોકત રેવન્યુ સર્વે નં.૩૬ અને ૩૭ ની જમીન વેચાણ, ટ્રાન્સફર, લીઝ, ગીરો, બક્ષીસ કે હસ્તાંતરણ કરવા સામે અને મોટી સંખ્યામા ખોટા દાવા-દુવી ન થાય તે અટકાવવા માટે ઉપરોકત કોટેચા ફેમીલી સામે 'સ્ટેટસ કવો'નો હુકમ દાવાના આખરી નિકાલ સુધી કરેલ છે અને તે જ રીતે આ 'જમુના પાર્ક'' અને 'ગંગા પાર્ક' ના રેવન્યુ સર્વે નં.૩૬ અને ૩૭ ની જમીન સંબંધે યાથવત પરિસ્થિતિ જાળવી રાખવાનો એટલે કે, વિજયભાઈ અમલાણી પાસે જે કબ્જો હાલ છે તે કબ્જો ઉપરોકત જમીન સંબંધે અન્ય કોઈને સોંપવાનો નથી તેવી યથાવત પરિસ્થિતિ રાખવી તેવો સ્પષ્ટ હુકમ ગોંડલના ડીસ્ટ્રીકટ જજ સાહેબે ફરમાવેલ છે. ગોંડલના ડીસ્ટ્રીકટ જજ સાહેબે ફરમાવેલ હુકમમા તકરાર વાળી 'જમુના પાર્ક' અને 'ગંગા પાર્ક'ના રેવન્યુ સર્વે નં.૩૬ અને ૩૭ ની જમીન કે જે નીચેની અદાલતના દાવાની વિષયવસ્તુ હતી તે અંગે મનાઈહુકમ ફરમાવેલ છે. જયારે નીચેની અદાલતમાં 'પ્રકૃતિ ઉપવન'ની જમીન અંગેનો કોઈપણ દાવો વિજયભાઈ અમલાણી કે જીતુલ કોટેચા અને તેના ભાઈઓ વચ્ચે ચાલતો ન હતો. આમ, 'પ્રકૃતિ ઉપવન' સંબંધે જે સમાચારો છાપામા ખોટુ અર્થઘટન કરી છપાવવામા આવેલ છે તે સંપુર્ણપણે 'પ્રકૃતિ ઉપવન'ની મીલ્કતને તકરારી બનાવવાના અને બદનામ કરવાના એકમાત્ર ઈરાદાથી છપાવવામા આવેલ છે. તેવુ ઉપરોકત કોર્ટનો ચુકાદો તથા દાવાની વિષયવસ્તુ લક્ષમા લેતા સ્પષ્ટપણે જણાય આવે છે તેમ પ્રકૃતિ ઉપવન સાથે સંકળાયેલા શ્રી પિયુષ મહેતાએ જણાવ્યુ છે.

આમ, ગોંડલની ડીસ્ટ્રીકટ અદાલત સમક્ષની અપીલના કામમા બન્ને પક્ષની રજુઆત સાંભળી 'પ્રકૃતિ ઉપવન' ના જે રેવન્યુ સર્વે નં.૩૪, ૩૫ અને ૩૮ છે તે સિવાઈની જીતુલ જેન્તીલાલ કોટેચા અને તેના ભાઈઓએ ખરીદ કરેલ રેવન્યુ સર્વે નં૩૬ 'જમુના પાર્ક' અને રેવન્યુ સર્વે નં.૩૭ 'ગંગા પાર્ક'ની જમીન સંબંધે અપીલ પુર્ણ ન થાય ત્યાં સુધીનો વચગાળાનો અપીલ ચાલતા પુર્ણ થતા સુધીનો 'સ્ટેટસ કવો' હુકમ ફરમાવેલ હોવાનું શ્રી પિયુષ મહેતા જણાવે છે.

(11:41 am IST)