Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

કેડીસીસી બેંકના કરોડોના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમના વકીલ તરીકે કલ્પેશ ગોસ્વામીની નિયુકિત

જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, કસ્ટમ, ડીઆરઆઈ, સેન્ટ્રલ એકસાઇઝ, સર્વિસ ટેકસ ડિપાર્ટમેન્ટના પણ સરકારી વકીલ

ભુજ,તા.૨૬: કચ્છના બાહોશ અને તેજસ્વી યુવા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીની હવે સીઆઇડી ક્રાઇમના સરકારી વકીલ તરીકે નિયુકિત થઈ છે.

કચ્છના પ્રખર ધારાશાસ્ત્રી રત્નાકર ધોળકીયા પાસે રહીને વકીલાતની શરૂઆત કરનાર કલ્પેશ ગોસ્વામી કચ્છના મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે કાર્યરત છે. યુવા વયે વકીલાત ક્ષેત્રે મહત્વના કેસોમાં સરકાર તરફે સુંદર પરિણામલક્ષી કામગીરી કરનારા કલ્પેશ ગોસ્વામી કસ્ટમ, ડીઆરઆઈ, સેન્ટ્રલ એકસાઇઝ, સર્વિસ ટેકસ જેવા કેન્દ્ર સરકારના મહત્વના વિભાગના સરકારી વકીલ તરીકે પણ કાર્યરત છે. નલિયા કાંડ, ભૂકંપ કાટમાળ કૌભાંડ અને રાજકોટ, કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માના કેસમાં પણ તેઓ સરકાર તરફે વકીલ રહી ચૂકયા છે. સીઆઇડી ક્રાઇમ દ્વારા હાથ ધરાયેલ કેડીસીસી બેંકના કરોડોના કૌભાંડમાં હવે સીઆઇડી ક્રાઇમ વતી તેઓ સરકારી વકીલ તરીકે ફરજ બજાવશે.

નાની ઉંમરે રાજય અને કેન્દ્રની મહત્વની એજન્સીઓ વતી દાણચોરી, લાંચ રૂશ્વત અને અન્ય ફોજદારી ફરિયાદોમાં વકીલ તરીકે નોંધપાત્ર કામગીરી કરનાર કલ્પેશ ગોસ્વામીએદિવાની કેસોમાં પણ જમીન કૌભાંડોનો પર્દાફાશ કરી કરોડોની સરકારી જમીન બચાવી છે.

(11:34 am IST)