Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

વિંછીયાના ગુંદાળા ગામેથી ગાંજાના જથ્થા સાથે વિશાલ કોળી પકડાયોઃ SOGનો દરોડો

વિંછીયાના ગુંદાળા ગામેથી ગાંજાના જથ્થા સાથે વિશાલ કોળી પકડાયોઃ SOGનો દરોડો

રાજકોટ, તા. ૨૬ :. વિંછીયાના ગુંદાળા ગામે રૂરલ એસ.ઓ.જી.એ દરોડો પાડી ગાંજાના જથ્થાનું વેચાણ કરવા નીકળેલ કોળી શખ્સને ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણા જીલ્લામાં નાર્કોટીકસના કેસો કરવા માટે સૂચના આપેલ હોય જે અનુસંધાને રૂરલ એસઓજી પોલીસ ઈન્સ્પેકટર એચ.જી. પલ્લાચાર્ય સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો. હેડ કોન્સ. હિતેષભાઈ અગ્રાવત તથા પો. કોન્સ. રણજીતભાઈ ધાધલને ખાનગીરાહે હકીકત મળેલ કે વિશાલ ભૂપતભાઈ કટેશીયા જાતે કોળી (ઉ.વ. ૨૧) ધંધો પ્રાઈવેટ નોકરી, રહે. ગુંદાળા ગામ પાણીના ટાંકા પાસે, તા. વિંછીયા, જી. રાજકોટવાળાએ પોતાના કબ્જામાં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરવા નીકળનાર હોય તેવી હકીકત આધારે રેઈડ દરમિયાન માદક પદાર્થ ગાંજો ૧.૫૪૦ કિ.ગ્રા. કિં. રૂ. ૧૦,૭૮૦ સાથે ઝડપી પાડી વિંછીયા પો. સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલ વિશાલ કોળી પ્રાઈવેટ હોસ્પીટલમાં નોકરી કરે છે અને તેના લગ્ન હોય લગ્નનો ખર્ચ કાઢવા માટે પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યુ હતુ અને ગાંજાના જથ્થાનું વેચાણ કરવા જતો'તો ને પોલીસે ઝડપી લીધો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના એએસઆઈ પરવેઝભાઈ સમા, વિજયભાઈ ચાવડા, હેડ કોન્સ. સંજયભાઈ નિરંજની, જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, હિતેષ અગ્રાવત, પો.કો. રણજીતભાઈ ધાંધલ, વિજયગીરી ગોસ્વામી તથા સાહીલભાઈ ખોખર રોકાયા હતા.

(11:31 am IST)