Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

બગસરા નજીક બે બાઇક વચ્ચે અકસ્માતમાં ૨ ને ઇજા

બગસરા, તા.૨૬: બગસરા બાયપાસ હડાળા રોડ પર બે ટુ વ્હીલર સામ સામે અથડાતા અકસ્માત થતા બે ને ઇજાઓ થતા ૧૦૮ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જેમાં એક ટુ-વ્હીલર ચાલકને વધુ થયેલ હોય જેથી અમરેલી રીફર કરવા આવ્યો હતો.જેમાં એક ટુ-વ્હીકલ ચાલકને મયુરભાઇ રમેશભાઇ ગેવરીયા રહેવાસી તોરી રામપુર ગામનાં અને સામે મયુરભાઇ વજુભાઇ પરમાર ગામના જાપુરવાળાને પણ ઇજા થઇ હતા. અકસ્માત થતાં ઘટના સ્થળે લોકો દોડી ગયા હતા.

(11:30 am IST)