Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

શિયાળ બેટમાં માછીમારી કરવા બાબતે બોટમાં ચડીને મારામારી કરીઃ છ શખ્‍સોને પાણીમાં ફેંકી દઇ ધમકી આપી

રાજુલા,તા.૨૬: જાફરાબાદના શિયાળ બેટમાં માછીમારી કરવા બદલ અન્‍ય ત્રણ બોટ પરના શખ્‍સોએ શિવસાગર નામની બોટ પરના ખલાસી , ટંડેલ સહિતના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને છ વ્‍યક્‍તિઓને પાણીમાં ફેંકી દઈ મારી નાખવાની ધમકી આપી હતી . આ ઝઘડાને પગલે ૧૫ શખ્‍સો સામે જાફરાબાદ મરીન પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી .

જાફરાબાદના પીપળીકાંઠા સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા કમલેશભાઇ ભીખુભાઈ બાંભણીયા અહીંની શિવસાગર નામની બોટમાં ખલાસી તરીકે કામ કરે છે . બે દિવસ પહેલા  તેઓ પોતાના સાથી કર્મચારીઓ સાથે શિયાળબેટ વિસ્‍તારમાં માછીમારી કરવા ગયા હતા ત્‍યારે રાત્રિના સુમારે તેમની પાસે નિત્‍યાનંદ નામની બોટ આવી હતી અને તેમાંથી ઉતરેલા શિવા નગાભાઇ શિયાળ સહિત ના લોકો બોટ પર ચડી ગયા હતા અને બોટના ટંડેલ ભોળાભાઈને શિવા શિયાળ કહેવા લાગેલ કે , ‘તમે લોકો શિયાળ બેટ વિસ્‍તારમાં શું કામ માછીમારી કરવા આવો છો ? આવું કહેતા ઝઘડો થયો હતો અને આઠેય શખ્‍સોએ પાઈપ , લાકડી વડે. કમલેશભાઈ તથા તેમના સાથીદારો પર હુમલો કર્યો હતો . આ દરમિયાન અન્‍ય બે બોટ નવરત્‍ન બોટ અને દેવરત્‍ન બોટ પણ આવી હતી અને તે બંનેમાંથી આઠ આઠ શખ્‍સોએ કમલેશભાઇની બોટ પર ઉતરી કમલેશભાઈ તથા તેમના સાથીદારો સાથે મારપીટ કરી હતી આ શખ્‍સોએ તેમની બોટના છ વ્‍યક્‍તિને પાણીમાં ફેંકી દીધા હતા અને મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા.

(11:17 am IST)