Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

અમરેલી જિલ્લામાં વસ્તી ગણતરીના કર્મચારીઓને સાચી માહિતી આપવા અનુરોધ

અમરેલી,તા.૨૬: હાલમાં સમગ્ર દેશ સહિત ગુજરાત રાજયમાં પણ ૭મી આર્થિક ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આર્થિક ગણતરીની આ કામગીરીને યોગ્ય રીતે પાર પાડવા અમરેલી જિલ્લાના તમામ નાગરિકોને સહયોગ આપવા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો છે.

ભારત સરકાર અને રાજય સરકાર સમયાંતરે વ્યકિતઓ/કુટુંબો/સંસ્થાઓ પાસેથી વિવિધ સામાજિક-આર્થિક બાબતોની માહિતી એકત્ર કરે છે, જેનો ઉપયોગ નીતિ ઘડતર માટે કરવામાં આવે છે. ભારત સરકારશ્રી દ્વારા ૭મી આર્થિક ગણતરી શરૂ કરવામાં આવેલ છે.

અમરેલી જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે જણાવેલ છે કે, આર્થિક ગણતરી ખૂબ જ અગત્યની ગણતરી છે. આ ગણતરી પરથી દેશમાં કયા પ્રકારના રોજગાર ચાલી રહ્યા છે? કયા રોજગારમાં કેટલા લોકો રોકાયેલા છે? તે અંગેની જાણકારી મેળવવાનો મુખ્ય આશય છે. આર્થિક ગણતરી દેશના આર્થિક ક્ષેત્રના વિકાસ તેમજ ભવિષ્યના લાંબા ગાળાના આયોજનમાં મદદરૂપ થઇ શકે છે. જેમાં સૌપ્રથમવાર મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી આર્થિક ગણતરી શરૂ કરવામાં આવેલ છે.

સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કચેરી દ્વારા ૭મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય અને સુપરવિઝનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આ ગણતરીની કામગીરી માટે આપને ત્યાં જે ગણતરીદાર/સુપરવાઇઝર આવે તે CSC e-Governance Service India Ltd. દ્વારા નિમણૂંક પામેલા ગણતરીદાર/સુપરવાઇઝર હશે. આથી આ ગણતરી હેઠળ પૂછવામાં આવતાં પ્રશ્નોના જવાબો આપના દ્વારા ખાત્રીપૂર્વક, ચોક્કસ અને સાચા જવાબો તેમને પુરા પાડશો. જેથી મેળવવામાં આવેલ આ માહિતીનો અભ્યાસ કરી ૭મી આર્થિક ગણતરીના પરિણામો બહાર પાડી શકાય. જે રાજયના નીતિ વિષયક આયોજનમાં અત્યંત ઉપયોગી બનશે તેમ જણાવ્યું છે.

તમાકંુ નિયંત્રણ બદલ દંડ વસુલ

જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા આરોગ્ય શાખા, પોલીસ વિભાગ, એસ.ટી.વિભાગ, નગરપાલિકા જેવા વિવિધ વિભાગોને તમાકુ નિયંત્રણ અધિનિયમના ભંગ બદલ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને સમગ્ર અમરેલી જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનયમના ભંગ બદલ એપ્રિલ ૨૦૧૯ થી જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન સરકારના વિવિધ વિભાગો દ્વારા કુલ ૧૧૫૭ કેસ કરી ૮૭,૭૫૦ નો દંડ વસુલવામાં આવ્યો છે.

તમાકુનું વેચાણ કરતા જથ્થાબંધ વેપારીઓ તથા લારી ગલ્લા ઉપર સૂચક બોર્ડ મુકયા ન હોય તેવી દુકાનો તથા શૈક્ષણિક સંકુલોની આસપાસ તમાકુની બનાવટોનું વેચાણ કરતા લારી-ગલ્લાઓ તેમજ જાહેર સ્થળોએ ધુમ્રપાન કરનારને દંડ કરવામાં આવ્યો હતો.(

(10:02 am IST)