Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

હળવદની નવા ઘનશ્યામ ગઢ કન્યા શાળાનો દ્વિદશતાબ્દી મહોત્સવ

હળવદઃ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામની કન્યા પ્રાથમિક શાળાના ૨૦ વર્ષ પૂર્ણ થતા શાળા પરિવાર દ્વારા ભવ્ય દ્વિદશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શાળાના પ્રથમ આચાર્ય સ્વ. મનસુખભાઈ પટેલને યાદ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.આ કાર્યક્રમમાં શાળાની ૧૪૧ કન્યાઓમાં થી ૧૪૦ કન્યાઓએ ગરબા, દેશભકિતગીત, યોગા,કરાટે,ઇતિહાસિક નાટક,જેવી વિવિધ કૃતિઓમાં ઙ્ગભાગ લીધો આ તમામ કન્યાઓને અમૃતભાઈ મગનભાઈ સંઘાણી તરફથી શિલ્ડ આપવામાં આવ્યા , રજનીભાઈ સંઘાણી દ્વારા વોટર કુલર , યંગ ગ્રુપ નવા ઘનશ્યામગઢ તરફથી ડાયેસ ટેબલ, અશોકભાઈ કવાડીયા તરફથી બે સ્ટીરિયા, રમેશભાઈ સુરાણી તથા ઙ્ગકાંતિભાઈ સંઘાણી તરફથી એક કોમ્પ્યુટર પી.સી.નું દાન કરી શાળા અને બાળકોને પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રા. શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણીભાઈ સરડવા, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ વિરમભાઈ દેસાઈ, હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કારોબારી સભ્યો કરશનભાઈ ડોડીયા, વાસુદેવભાઈ ભોરણીયા, પંકજભાઈ તથા પ્રવીણભાઈ કુરિયા, બી.આર.સી.કો.પ્રવિણસિંહ, સી.આર.સી.કો-ઓર્ડીનેટર મિત્રો ,રાજુભાઈ પીઠડ વાળા, હળવદ પે.સે.આચાર્ય શ્રી રાજુભાઈ જાકાસણીયા ,હિતેશભાઈ વરમોરા તથા મનીષભાઈ ઙ્ગઉપસ્થિત રહેલ.આ કાર્યક્રમમાં મહેમાનોને શાળામાં ઙ્ગઉગાડેલા શતાવરી, અશ્વગંધા અને ગળોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું .આ કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે ધનજીભાઈ સુખાભાઈ ચાવડા આચાર્ય શ્રી મેરૂપર પે. સેન્ટર શાળાઅ કરેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો એસ.એમ.સી.ના સભ્યો,શાળા પરિવાર તેમજ ગામ લોકોએ જહેમત ઉઠાવેલ કાર્યક્રમની તસ્વીર.(તસવીર- હરીશ રબારી.હળવદ)(

(10:01 am IST)