Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગોંડલમાં સરસ્વતી શિશુમંદિર દ્વારા અકૂપાર નાટક યોજાયું

ગોંડલ,તા.૨૬: શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન એ શિશુમંદિરનું ધ્યેય છે. સમાજ પ્રબોધનનાં કાર્યક્રમોએ શિશુમંદિરની વિશેષતા છે. ગીરની ભૂમિ પર જાત અનુભવ મેળવીને લખાયેલી નવલકથા 'અકૂપાર' નું નાટ્ય રૂપાંતર પણ તેના લેખક ધ્રુવ ભટ્ટે જ કર્યું છે. અદિતિબહેન દેસાઈ દિગ્દર્શિત આ નાટકમાં મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેના અનોખા સંબંધની વાત છે. સૃષ્ટિ સંતુલનનાં સંદ્યર્ષની અને સમાજની વાત છે. ૨૪ જેટલા કલાકારોએ સાથે મળીને ગ્રામ્ય - સૌરાષ્ટ્રનું દર્શન, ગીરની બોલીનું જોમ, ભાવોની અભિવ્યકિત અને પ્રેક્ષકોને વિચાર કરવા પ્રેરે તેવા સચોટ સંવાદો દ્વારા પોતાનું કૌવત રજૂ કર્યું છે. ગીત, સંગીત, અને નૃત્ય તેમાં રંગ પૂરે છે.ઙ્ગ

ગોંડલમાં પ્રથમવાર ટિકીટ બારી છલકાવી દેતો આ નાટકનો શો સર ભગવતસિંહજી ટાઉનહોલમાં થયો. જેમાં કુંવરશ્રી જયોતિર્મયસિંહજી, જેતપુર દરબાર સાહેબ, અશોકભાઈ પીપળીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રકાન્તભાઈ પટેલ, ગોપાલભાઈ ભુવા, પ્રફુલ્લભાઈ ટોળિયા, નિર્મળસિંહ ઝાલા, સાહિત્ય વર્તુળ, રોટરી કલબ, શિક્ષક સંદ્ય તથા સમાજનાં પ્રબુદ્ઘ નાગરિકોએ ઉપસ્થિત રહિ આ નાટકને માણ્યુંઙ્ગ હતું.ઙ્ગ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સરસ્વતી શિશુમંદિર - ગોંડલની વ્યવસ્થા ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.ઙ્ગ

આ સાથે સ્કાય ફોરેસ્ટ યુથ કલબ દ્વારા વન, વનિયપ્રાણી અને પ્રકૃતિ સંરક્ષણની જાગૃતિનાં પ્રયત્નો માટે શ્રી રેવતુભા રાયજાદાનું શિશુમંદિર દ્વારા સન્માન કરવામાં આવ્યું.(

(10:00 am IST)