Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સાવરકુંડલામાં કબીર ટેકરીએ અખંડ જ્યોત સાધુસંતોને (મહાપ્રસાદ)નો અવસર સંપન્ન

સાવરકુંડલા,તા.૨૬: અહીં સાવરકુંડલા ખાતે આવેલા કબીર ટેકરી આશ્રમની તો વાત જ કંઈક અનેરી છે. અહીં આવેલ આંગતુકને પણ પૂર્ણ ભાવથી આતિથ્ય સત્કારનો લ્હાવો મળે છે. તાજેતરમાં સાધુસંતોનો ભંડારો -ભેટપૂજનો અવસરે સવારનાં પ્રાતઃ મહાઆરતી તથા તથા પૂજનવિધિ ખૂબ જ ભાવભકિતથી અને ઉત્સાહભેર કરવામાં આવી.સવારે શ્રી સદગુરૂ બિહારી સાહેબ તથા તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબ ની સમાધિ સ્થાન પર આજીવન અખંડ દિવ્ય જયોત પ્રગટાવવામાં આવી હતી.

શહેરતથા ગામોગામથી આવેલાં ભકતજનો તથા સાધુસંતો પધાર્યા હતા અને આ મહોત્સવ ઉજવવા માટે ખૂબ જ ઉત્સુક હતા. સત્સંગ સભામાં ગામોગામથી પધારેલ સાધુસંતો અને ભાવિકોનું અભિવાદન કર્યું હતું. આ ઙ્ગપ્રસંગે જગદીશભાઈ તથા અરવિંદભાઈ વેલજીભાઈ કટારીયા (નવી મુંબઈ) નું સંસ્થા દ્વારા શાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મહંત નારાયણદાસ સમેત ઉદયગિરિ બાપુ, લવજીબાપુ ખોડિયાર મંદિર નેસડી, ભકિત રામ બાપુ માનવ મંદિર સાવરકુંડલા, દામનગરથી પધારેલ ભાગવત કથાકાર, શિવકથાકાર, રામકથાકાર નાં જ્ઞાતા શ્રી ભકિત મૈયા, ભરતદાસ બાપુ, (ખારસાં હનુમાનજી ) વિજયબાપુ (મોખરાં હનુમાનજી), સુરતથી પધારેલ શ્રી ગાંડિયા બાપુ,દેવારામ બાપુ, કરશનગિરિ બાપુ (શ્રી કુંડલપુર હનુમાનજી) સમેત સમગ્ર ગુજરાતમાંથી લગભગ ૧૦૦ સંતો મહંતો પધારવામાં હોય આ સત્સંગ સભાનો લાભ લેવો એ જ એક અહોભાગ્યની તક હતી.

આ પ્રસંગે દાતાશ્રીઓની નમ્રતા અને સાધુતા ધ્યાનાકર્ષક રહી હતી. કબીરજી ના જીવનઉપદેષની ઝલક સમગ્ર દાતાશ્રીઓમાં જોવા મળી એ ખરેખર એક વિરલ ઘટના હતી.

આ પ્રસંગે શ્રી જેઠા ભગત ની જીવનશૈલી અને નિર્માનીપણું ખરેખર વંદનીય છે.

તેઓશ્રી માનસંમાનથી પર રહી આ સંસ્થાની મરી, મસાલા, કાજુ બદામ જેવા સ્વાદિષ્ટ મસાલા કાયમ માટે કબીર ટેકરીની સેવા કાજે પુરા પાડે છે. પણ પ્રસિધ્ધિ માનસંમાનથી પર રહીને આ સેવા કરે છે. આ સિવાય સમગ્ર દાતાશ્રીઓનું યોગદાન ખરેખર અનન્ય છે.

અખંડ જયોત નાં દાતાશ્રી સ્વ. રાજેશકુમાર ભોળાભાઈ હરિયાણી. હસ્તે ભોળાભાઈ કેશુરામ હરિયાણી તથા શ્રીમતી લીલાબેન ભોળાભાઈ હરિયાણી.(સા. કુ.) તથા સાધુસંતોને ભેટપૂજા નાં સહયોગી દાતાશ્રી વિપીનભાઈ જીવનભાઈ સોંદરવા (સા. કુ.)હ. દર્શનાબેન વિપીનભાઈ સોંદરવા નું શાલાર્પણ કરી આ સેવા બદલ સંમાન કરવામાં આવેલું. અને કબીર ટેકરીનાં મહંત શ્રી નારાયણદાસ સાહેબ ગુરુ ૧૦૮ શ્રી બિહારી સાહેબે હવે સોરાષ્ટ્ર આસપાસના સાધુસંતોને પણ આ પ્રસંગે નિમંત્રણ આપવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. આમ સાવરકુંડલા ખાતે ખૂબ જ ભાવ અને શ્રધ્ધા પૂર્ણ વાતાવરણમાં આ ભવ્ય પ્રસંગનાં રૂડાં અવસરની ઉજવણી કરવામાં આવી હતી.(

(10:00 am IST)