Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મેટોડા જીઆઇડીસીમાં ૧૦૩ બોટલ દારૂના જથ્થા સાથે ખેતારામ ચૌધરી પકડાયો

વિરડા વાજડીના રવિ ભરવાડનું નામ ખુલ્યુઃ લોધીકા પોલીસનો દરોડો

તસ્વીરમાં દારૂના જથ્થા સાથે પકડાયેલ (નીચે બેઠેલ) શખ્સ સામે લોધીકા પોલીસનો કાફલો નજરે પડે છે. (તસ્વીર : બી.એમ. ગોસાઇ, ખીરસરા)

ખીરસરા, તા. રપ : મેટોડા જીઆઇડીસી વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૦૩ સાથે એક ઇસમને લોધીકા પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા અંગે સુચના થયેલ હોય જે અન્વયે લોધીકાના પી.અસ.આઇ. એચ.એમ. ધાધલ માર્ગદર્શન હેઠળ મેટોડાના એ.એસ.આઇ. હરદીપસિંહ રમુભા જાડેજાને ખાનગી રહે હકીકત મળેલ કે મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૩માં ગણેશ હોટલની પાછળ એરટેલ કંપનીની ટાવરની ઓરડીમાં રહેતો ખેતારામભાઇ પુર્ખારાભાઇ ચૌધરી સદરહું ઓરડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી દારૂનું વહેચાણ કરેલ છે જે હકિકત આધારે હકીકતવાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો નંગ ૧૦૩ કિ. રૂ. ૪૦, ૯૦૦/- સાથે આરોપી ખેતારાભાઇ પુર્ખારાભાઇ ચૌધરી જાતે ચૌધરી  (ઉ.વ.૩૧) રહે. હાલ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩ ગણેશ હોટલની પાછળ એરટેલ કંપનીના ટાવરની ઓરડીમાં તા. લોધીકા મુળ ગામ રાતડીયા તા. પોખરણને ઝડપી લીધો હતો. જયારે રવી ભરવાડ રહે. વીરડા વાજડી તા. જી. રાજકોટનું નામ ખુલતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે.

એ.એસ.આઇ. કીર્તિદાન ગઢવી, પો. હેડ કોન્સ. ગિરીશભાઇ ચંદુભાઇ મકવાણા, પો. કોન્સ. ઉપેન્દ્રસિંહ ગોહીલ તથા લગધીરસિંહ ભીખુભા તથા પો. કોન્સ. ભોજાભાઇ જીવણભાઇ જોડાયા હતા.

(3:54 pm IST)