Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મોરબી એસટી ડેપોમાં બૉમ્બ મળતા બૉમ્બ સ્ક્વોડ દોડી :લોકોમાં ભાગદોડ :બૉમ્બ ડિફ્યુઝ કરાયો : મોકડ્રિલ જાહેર થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

મોરબીના એસટી ડેપોમાં નનામી ફોન બાદ SOG ટીમને જાણ કરવામાં આવી હતી અને એક એસટી બસમાંથી બોમ્બ મળી આવતા બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડે બોમ્બ ડીફયુસ કરી મામલો સાંભળી લીધો હતો અને આખરે મોકડ્રીલ જાહેર થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

        મોરબી એસટી ડેપો મેનેજરને નનામી ફોન આવ્યો હતો જેમાં એસટી બસમાં બોમ્બ હોવાની જાણ કરવામાં આવતા ડેપો મેનેજરે જાણ કરતા તુરંત ટીમ અને બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી જોકે બપોરના સુમારે શાળાના વિદ્યાર્થીઓ સહીત ડેપોમાં ભારે ટ્રાફિક રહેતું હોય છે જેથી પોલીસની એજન્સીઓ ઉપરાંત ફાયરની ટીમ પણ દોડી ગઈ હતી અને મોરબી-છોટા ઉદેપુર રૂટની એસટી બસ ખાલી કરાવી તલાશી લેતા બોમ્બ મળી આવ્યો હતો જે બોમ્બ ડીફયુસ કરી દેવાયો હતો ત્યારે ઉપસ્થિત સૌ કોઈને રાહત થઇ હતી જોકે બાદમાં આ મોકડ્રીલ હોવાનું જાહેર કરાતા સૌ કોઈને હાશકારો થયો હતો.

(10:59 pm IST)