Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મૂળીના વેલાળા ગામની સીમમાં અન્ય પાકની આડમાં અફીણનું વાવેતર ઝડપાયું

એલસીબીએ બે વીઘામાં ગેરકાયદે અફીણનું વાવેતર પકડ્યું:રેન્જ આઈ,જી,અને એસ,પી,ના આદેશથી પોલીસ કાફલો દોડ્યો

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના વેલાળા(ધ્રા) ગામની સીમમાં આવેલ વાડીમાં અન્ય ખેતી પાકની આડમાં બે વિઘામાં ગેરકાયદેસર અફીણનું વાવેતર એલસીબી પોલીસે ઝડપી પાડ્યું છે જિલ્લામાં સૌપ્રથમ વખત મોટાપાયે અફીણનું વાવેતર ઝડપાઈ જવાની ઘટનાનાં પગલે રેન્જ આઈ.જી. અને એસ.પી.ના આદેશથી એલસીબી, હેડકવાર્ટર અને મુળી પોલીસનો મોટો કાફલો વેલાળા(ધ્રા)ની સીમમાં ધસી ગયો હતો. અને ખેતરને કોર્ડન કરી વાડી માલીકને ઝડપી લઈને પોલીસે એફએસએલની મદદથી આગળની કાર્યવાહીનો ધમધમાટ શરૃ કરી દીધો છે

(10:17 pm IST)