Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

નેશનલ મેડિકલ કમિશન બીલના વિરોધમાં ડોક્ટરોની ભારત યાત્રા રેલી જામનગરમાં

દિલ્હીમાં મહાપંચાયત યોજી જબ્બર વિરોધ કરાશે

જામનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રે નવો કાનૂન લાવવા નેશનલ મેડિકલ કમિશન બીલ અંગે તૈયારીઓ થઇ રહી છે ત્યારે તેના વિરોધમાં ડોક્ટરો દ્વારા દેશભરમાં ભારત યાત્રા રેલી મારફત આ બીલનો વિરોધ કરવા જાગૃતતા લાવવામાં આવી રહી છે. આ રેલી ગઇકાલે જામનગર ખાતે પહોંચી હતી.

ભારત યાત્રાના નામે શરૂ કરવામાં આવેલી યાત્રા 1 મહિના સુધી રાજ્યભરમાં ચાલશે. ત્યાર બાદ દિલ્હી ખાતે દેશભરમા ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ત્યારે આ યાત્રા રવિવારે જામનગર ખાતે પહોંચી હતી. જામનગરમાં મેડિકલ કોલેજ કેમ્પસમાં પહોંચેલી યાત્રાનો તબીબો અને તબીબો છાત્રાઓએ વધાવી હતી.

કેન્દ્ર સરકારના નેશનલ મેડીકલ કમીશન બીલના વિરોધમાં ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં આ બીલને લઈને દ્વારકાથી વિરોધ યાત્રા શરુ કરવામાં આવી છે. ભારત યાત્રા નામે શરુ થયેલ આ યાત્રા એક માસ સુધી રાજ્યમાં ફરશે. ત્યારબાદ દિલ્લી ખાતે દેશભરના ડોકટરો પ્રચંડ વિરોધ પ્રદર્શન કરશે.

એનએમસીની ભવિષ્યની અસરો વિશે ડોકટરોને જાગૃત કરશે. ત્યાર બાદ દિલ્લી ખાતે મહા પંચાયત યોજી જબ્બર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

જામનગર ખાતે મેડીકલ કોલેજ કેમ્પસમાં પહોચેલી આ યાત્રાને તબીબો અને તબીબી છાત્રોએ વધાવી હતી. રાજ્યના મેડીકલ એસોસિયેશને નવા બીલની પ્રતિકુળ અસર અંગે તબીબો સાથે વાર્તાલાપ કર્યો હતો.

(5:27 pm IST)