Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જામનગરના લૈયારાનો દલિત યુવક આત્મવિલોપન કરે તે પહેલા અટકાયત

જામનગર, તા. ૨૬ :. જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામના દલિત યુવક બાબુભાઈ રાજુભાઈ ચાવડાએ ભુમાફીયાના ત્રાસથી કંટાળીને જામનગર કલેકટર કચેરી ખાતે આજે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે.

બાબુભાઈ રાજુભાઈ ચાવડાએ ભુમાફિયાઓ દ્વારા જમીન ઉપર કબ્જો કરીને આક્ષેપ કરાયો હતો અને કલેકટર કચેરીએ પહોંચી જઈને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેની   અટકાયત  કરી હતી.

(3:53 pm IST)