Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

માણાવદર, ભાણવડ, દ્વારકા, વિસાવદર પાલિકામાં હોદેદારોની વરણી

પ્રથમ તસ્વીરમાં માણાવદર બીજી તસ્વીરમાં ભાણવડ અને ત્રીજી તસ્વીરમાં વિસાવદર પાલિકાના હોદેદારો નજરે પડે છે.

રાજકોટ તા. ર૬: સૌરાષ્ટ્રની પાલિકાની ચૂંટણી યોજાયા બાદ હોદેદારોની પસંદગી કરવામાં આવી રહી છે જેમાં આજે માણાવદર, ભાણવડ, દ્વારકા, વિસાવદર પાલિકામાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખોની વરણી કરાઇ છે.

માણાવદરના પ્રતિનિધિ ગિરિશ પટેલના અહેવાલમાં જણાવાયું છે.

પાલિકામાં આજે ૧૧-૦૦ વાગ્યે યોજાયેલ પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના નિર્મળસિંહ ચુડાસમા ચુંટાયા જાહેર કરાયેલ છે. ઉપ-પ્રમુખ તરીકે જયેશ વાછાણી ચૂંટાયા ભાજપના ૧ર સભ્યો સામે કોંગ્રેસનો ૧૬ સભ્યોએ નિર્મળસિંહ ચુડાસમાને પ્રમુખ તરીકે ચૂંટી કાઢતાં કોંગ્રેસનું શાસન સ્થપાયું છે. નિર્મળસિંહ ચુડાસમા માર્કેટીંગ યાર્ડના વાઇસ-ચેરમેન ત્થા પૂર્વ પ્રમુખ પાલિકામાં રહી ચૂકયા છે. ત્થા સર્વજ્ઞાતિમાં સર્વ સ્વીકૃત ત્થા પાલિકાચલાવવાનો અનુભવ ધરાવે છે. તેઓ ચૂંટાયેલા જાહેર કરતાં કોંગ્રેસી કાર્યકરો-શુભેચ્છકોએ વધાવી લીધા હતાં ત્થા શુભેચ્છા પાઠવી હતી.

વિસાવદર

વિસાવદરના પ્રતિનિધિ યાસીન બ્લોચના અહેવાલમાં જણાવ્યું છે કે વિસાવદર નગરપાલીકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના ગીતાબેન રિબડીયા ૧૩ મત સાથે અને ઉપપ્રમુખપદે કોંગ્રેસના જશુમતીબેન વ્યાસ ૧૩ મત સાથે ચુંટાઇ આવેલ છે ભાજપના પ્રમુખપદના ઉમેદવાર વિમળાબેન દુધાતને૧૧ મત તથા ઉપપ્રમુખ પંથના ઉમેદવાર ઘનશ્યામ ડોબરીયાને ૧૧ મત મળ્યા હતા.

ભાણવડ

ભાણવડના પ્રતિનિધિ ડી.કે. પરમારના અહેવાલમાં જણાવાયું છેકે ભાણવડ પાલિકાના પ્રમુખ પદે જયોત્સનાબેન સાગઠીયા ઉપપ્રમુખ તરીકે કિશોર ખાણધરની વરણી કરાઇ છે.

દ્વારકા

દ્વારકાના પ્રતિનિધિ વિનુભાઇ સામાણીના અહેવાલમાં જણાવાયું છે કે, દ્વારકા પાલિકાના પ્રમુખપદે જીતુભાઇ મેપાભા માણેક અને ઉપપ્રમુખ તરીકે પરેશભાઇ ઝાંખરીયાના વરણી બિનહરીફ કરાઇ છે

(3:51 pm IST)