Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મોરબીમાં રૂપિયાના બદલે કાગળ ધાબડી દેનાર બે શખ્સો રીમાન્ડ પર

પરપ્રાંતિય યુવાને દોઢ લાખની લાલચમાં પચ્ચીસ હજાર ગુમાવ્યા'તા!

મોરબી તા. ૨૬ : મોરબીમાં બેંક પાસે વધુ રૂપિયા  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ યુપીના રહેવાસી અને હાલ ટંકારાના ફીનોમેકસ નામની ફેકટરીમાં કામ કરતા નકુલ રંગલાલ યાદવ (ઉ.વ.૨૭) વાળાએ ગઈકાલે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવીઙ્ગઙ્ગહતી કે ગત તા. ૧૬ ના રોજ તે પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયો હોય જયાં બે અજાણ્યા શખ્શો તેને મળ્યા હતા અને તેની સાથે વાતચીત કરતા આરોપીઓએ તેની પાસે રૂમાલમાં કાગળની થપ્પી રાખેલી હોવાની લાલચ આપી હતી અને દોઢ લાખ રૂપિયા હોવાનું કહી ગાંઠ વળેલો રૂમાલ બતાવ્યો હતો અને દોઢ લાખની લાલચમાં ફરિયાદી યુવાન પાસે રહેલી ૨૫ હજારની રકમ લઈને બંને શખ્શો નાસી ગયા હતા જોકે બાદમાં યુવાને રૂમાલ ખોલતા તેમાંથી કાગળ નીકળ્યા હતા અને દોઢ લાખની લાલચમાં યુવાન છેતરાયો હોય અને ૨૫ હજાર રૂપિયા પણ ગુમાવ્યાનો અહેસાસ થતા આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે અનુસંધાને મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી રાજુ સહાની અને સુનીલ શાહ રહે. બિહારવાળા સામે છેતરપીંડીનો ગુન્હો નોંધી વધુ તપાસ ચાલવતા બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:05 pm IST)