Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મોરબી પાલિકાના ઉપપ્રમુખ સત્તાનો દુરૂપયોગ કરતા હોવાની રાવ

મોરબી તા. ૨૬ : મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ સત્તાનો દુરૂપયોગ કરી પોતાના રહેણાંક મકાન પાસે પાલિકા જમીનનો દુરૂપયોગ કરી ખોટા ખર્ચ કરતા હોય આ અંગે જીલ્લા કલેકટરને રજૂઆત કરી પગલા લેવા માંગ કરી છે.

મોરબી શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ રામજીભાઈ રબારીએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે નગરપાલિકાના ઉપપ્રમુખ ભરતભાઈ જારીયા સત્ત્।ાનો દુરુપયોગ કરી પોતાના રહેણાંક મકાન પાસે નગરપાલિકા દ્વારા બનાવેલ સિમેન્ટ રોડ જે છ માસ પહેલા બનેલો છે છતાં રોડ પર તાજેતરમાં પોતાની સગવડતા ખાતર પેવર બ્લોક બેસાડવામાં આવ્યા છે તેમના મકાન પાસે લાઈટ થાંભલો નાખી લાઈટો ફીટ કરાવી છે. નજીકમાં ખાનગી હોસ્પિટલ આવેલી છે જેથી એમ્બ્યુલન્સને અવરોધરૂપ બને છે. તેમજ મકાન સામે બેંકની આગળના પાલિકાના ગ્રાઉન્ડમાં બગીચો બનાવી દરવાજા આ અંગે તપાસ કરી ગેરરીતી અંગે પગલા લઇ પાલિકાની જગ્યા બગીચો આમ જનતા માટે સાર્વજનિક વપરાશમાં આવે તેવો બંદોબસ્ત કરવા માગણી કરી છે.

આક્ષેપો પાયાવિહોણા  હોવાનો વળતો પ્રહાર

ગંભીર આક્ષેપો મામલે પાલિકાના ઉપપ્રમુખ ભરત જારીયાએ જણાવ્યું છે કે પેપરમાં સસ્તી પ્રસિદ્ઘિ મેળવવા પાયાવિહોણા અને ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. પ્રજાલક્ષી કામ કરતા ઉપપ્રમુખને બદનામ કરવાનો કારસો છે. કોંગ્રેસના ઉપપ્રમુખને દુખે છે પેટ અને કૂટે છે માથું તેમ પણ ઉપપ્રમુખે જણાવ્યું હતું.

(1:05 pm IST)