Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સૌની યોજના કેનાલ દ્વારા પર ગામોને સિંચાઇનું પાણી આપવાની માંગ

મોરબી તા. ૨૬ : મોરબી જીલ્લામાં એવા ૫૨(બાવન) ગામો છે કે જયાં કોઈ પણ જાતની સિંચાઈની સુવિધા નથી, ભૂગર્ભ જળ પણ ક્ષારયુકત છે, તેવા ગામો દ્વારા સૌની યોજના દ્વારા કેનાલ વડે સિંચાઈની સુવિધા આપવાની માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકર કાન્તિલાલ બાવરવાએ રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે આ વિસ્તારના ખેડૂતો દ્વારા બે વખત રેલી સ્વરૂપે બહોળી સંખ્યામાં કલેકટરને આવેદનપત્ર આપીને ઙ્ગપહોચાડવામાં આવેલ છેઙ્ગઉપરાંત સચિવને પણ વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે. પરંતુઙ્ગઆ બાબતેઙ્ગહજુ સુધીઙ્ગતંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાંઙ્ગઆવ્યાઙ્ગનથી. હાલમાં જાણમાં આવ્યું છે કે સૌની યોજનાના મધર ડેમ મચ્છુ-૨ માંથી નીકળતી કેનાલને લીલાપર રોડ થી લઇ રાજકોટ બાયપાસ સુધી આર.સી.સી. બોક્ષથી પેક કરવાની માંગણી કરવામાં આવી રહી છે એક વર્ષ જૂની ૫૨(બાવન) ગામ ની સિંચાઈ ની માંગણી ને પ્રાથમિકતા આપી મંજુર કરી એ મુજબ પહેલા કેનાલ ની કેપેસીટીમાં વધારો કરી ૫૨(બાવન) ગામને સિંચાઈનું પાણી મળી રહે એ મુજબ આયોજન કર્યા બાદ જ કેનાલ ને આર.સી.સી. થી બોક્ષ પેક કરવાનું આગળનું કામ કરવું જોઈએ જેથી બાદમાં આ ૫૨(બાવન) ગામોને સિંચાઈ નું પાણી આપવાની વાત આવે ત્યારે આ કેનાલમાં ખોટી તોડફોડ કરી સરકારી તિજોરી પર ખોટો બોજોના નાખવો પડે. આમ આ ૫૨(બાવન) ગામોના હિતને ધ્યાનમાં રાખીને પ્રથમ કેનાલની કેપેસીટી વધારવામાં આવે અને ત્યાર બાદ જ તેને બોક્ષ પેક કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.(૨૧.૨૧)

(1:05 pm IST)