Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ચોટીલા નજીક મહેશ ગમારા ઉપર ફાયરીંગ કરનાર બંને શખ્સોની પૂછપરછ

વઢવાણ તા. ૨૬ : તાજેતરમાં રાજકોટનો હિસ્ટ્રીશીટર અને મારામારી, લૂંટ, બળજબરીથી કઢાવી લેવાના, અસંખ્ય ગુન્હાઓમાં સંડોવાયેલ કુખ્યાત મહેશ સોમાભાઈ ગમારા ભરવાડ ઉપર ચોટીલા ખાતે કરવામાં આવેલા ફાયરિંગ અને ખૂનની કોશિશના ગુન્હામાં લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પો.સ.ઇ. ચંદ્રકાન્ત માઢક, સી.બી.રાંકજા, એસ.ઓ.જી. ના પો.ઇન્સ. ખુમાનસિંહ વાળા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓ ૧. જયરાજ ભરતભાઇ ધાંધલ કાઠી ઉવ. ૨૨, ૨. રવિરાજ ગભરુભાઈ ધાંધલ કાઠી ઉવ. ૧૯ તથા અજય ધીરુભાઈ ખાચર કાઠી ઉવ. ૨૪ રહે. બધા પીપળીયા તા.ચોટીલા જી. સુરેન્દ્રનગરને ૧૨ બોર બંદૂક એક, દેશી પીસ્ટલ એક, સ્કોર્પિયો સિલ્વર કલર નંબર , મોબાઈલ નંગ ૪, સહિતના કુલ રૂ. ૭,૧૬,૫૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ.

ંસુરેન્દ્રનગર ર્ંજિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા ચોટીલા ખાતે બનેલ ફાયરિંગનાં બનાવમાં પકડાયેલ આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરવા માટે સૂચનાઓર્ં કરવામાં આવેલ.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા સ્થાનિક પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ચંદ્રકાન્ત માઢક, સી.બી.રાંકજા તથા સ્ટાફના હે.કો.ઘનશ્યામભાઈ, મહેશભાઈ બાર, રાયધનભાઈ, ફારૂકભાઈ, સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપીની પૂછપરછમાં ફરિયાદી મહેશ ગમારા સાથે દોઢ બે વર્ષ પહેલાં બામણબોર ટોલ ટેકસ ખાતે માથાકૂટ થયેલ હોઈ, તાજેતરમાં પણ પોતાના ઉપર કેસ કરેલ હોઈ, અવાર નવાર મોબાઈલ ઉપર ગાળો આપતો હોય અને ઉશ્કેરણી કરતો હોય, આજે કોર્ટમાં મુદત હોવાની જાણ થતા, આંતરીને ફાયરિંગ કરેલાની કબુલાત કરવામાં આવેલ છે.

ંપકડાયેલ આરોપીઓ પૈકી આરોપી જયરાજ કાઠી બોટાદ ખાતે મારામારી, ફાયરિંગ કરી ખૂનની કોશિશના કેસોમાં તેમજ વાહનોમાં તોડફોડના ગુન્હામાં, આરોપી અજય કાઠી બોટાદમાં વિદેશી દારૂના બે કેસમાં તથા આરોપી રવિ કાઠી ધમકી આપવાના તથા વાહનોમાં તોડફોડના ગુન્હાઓમાં ભૂતકાળમાં પકડાયેલ છે.

પકડાયેલ આરોપીઓ હથિયાર કયાંથી લાવેલ છે...? આ સિવાય બીજા કોઈ ગુન્હાઓ આચારેલ છે કે કેમ..? બીજા કોઈ ગુન્હાઓમાં પકડવાના બાકી છે કે કેમ...? ફરિયાદીએ ફરિયાદમાં ચાર આરોપી અને ત્રણ હથિયાર બતાવેલ હોઈ, એક આરોપી અને હથિયાર કબજે કરવાના બાકી છે, વિગેરે મુદાઓ સર દિન ૩ ના પોલીસ રીમાન્ડ મેળવવા ચોટીલા કોર્ટમાં રજૂ કરવામાં આવતા, ચોટીલા કોર્ટ દ્વારા દિન ૨ ના પોલીસ રિમાન્ડ આપેલા હોઈ, વધુ તપાસ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ચંદ્રકાન્ત માઢક, સી.બી.રાંકજા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.(૨૧.૧૯)

(1:04 pm IST)