Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ધુંવાવ ગામ પાસે ટ્રક ચાલક લૂંટાયો

જામનગર તા. ૨૬ :  અહીં પંચ એ- ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નવસાદખાન સલીમખાન જલેદારખાન પઠાણ એ ફરીયાદ નોંધાવી છે કે, ધુંવાવ ગામથી આગળ બીજા પુલ પાસે  પોતે ટ્રક લઈ રાજકોટ તરફ જતા હતા તે દરમ્યાન રસ્તામાં આ કામના આરોપી બે અજાણ્યા ઈસમોએ ટ્રકની આગળ મોટરસાયકલ ઉભુ રાખી ટ્રકની કેબીનમાં ચડી છરી બતાવી મુંઢમાર મારી રોકડા રૂ.૧પ૦૦૦ તથા ઓપો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ રૂ. રપ,૦૦૦ની લુંટ કરી ગુનો કરેલ છે.

સાતવડી ગામની સીમમાં જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રતાપભાઈ ભુપતભાઈ ખાચર એ ફરીયાદ નોંધાવી છે કે, વાલાસણ ગામની સાતવડીના સિમાડા વાળી સીમમાં વિરેન્દ્ર નથુભા વાળા એ વાડીના ગોડાઉનના મકાનમાં બહારથી રમેશભાઈ ઠાકરશીભાઈ કરડાણી, મનુભા ભોજાભાઈ પરમાર, વિકાસભાઈ ઉર્ફે વિક્રમ બાબુભાઈ હુંબલ, જગદીશભાઈ મગનભાઈ ભાલોડીયા, દિનેશભાઈ ગોવિંદભાઈ મકવાણા વિગેરે માણસોને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમી રમાડી ગંજીપતાના પાના નંગ–પર મળી કુલ રૂ.૩ર૧૦૦ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુરમાં જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. અર્જુનસિંહ રામદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, કોલેજની પાછળ, નદીના પટ્ટમાં સીદીકભાઈ હુસેનભાઈ રાવકરડા, રાજુભાઈ ઉર્ફે ભન્નો નરશીભાઈ પરમાર, રે. જામજોધપુર વાળા જાહેરમાં જુગાર રમી રમાડી ગંજીપતાના પાના નંગ–પર મળી કુલ રૂ.૧૧પ૦ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. તથા ઈમરાનભાઈ જુમાભાઈ સમા, હકકાભાઈ પટેલ, ગભ્ભો પટેલ, કિશોરભાઈ લઘુભાઈ કોળી, ભાવેશભાઈ નથુભાઈ કોળી, ફરાર થઈ ગયેલ છે.

તાળા ફંફોળતો  શખ્સ ઝડપાયો

અહીં સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હિતેષભાઈ જગદીશભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી છે કે, ખોડીયાર કોલોની દિવ્યમ કોમ્પ્લેક્ષ જાહેરમાં મંગલભાઈ ઉર્ફે મંગલો કાલુભાઈ તિરથભાઈ વઢિયાર, રે. જામનગરવાળો રાત્રીના અંધારામાં લપાતો છુપાતો બંધ દુકાનોના તાળા ફંફોળતો પોતાની હાજરી છુપાવતો કોઈ મિલ્કત વિરૂઘ્ધનો કોગ્નીઝેબલ ગુનો કરવાના ઈરાદે તૈયારીમાં મળી આવતા ગુનો કરેલ છે.

બિમારીથી કંટાળી જઇ  વૃધ્ધે ગળાફાંસો ખાધો

લાલપુર તાલુકાના દેવગઢ ગામની સીમમાં રહેતા હરદેવસિંહ નટુભા જાડેજા ઉ.વ.૩ર એ પોલીસમાં જાહેર કરેલ છે કે, નટુભા પથુભા જાડેજા, ઉ.વ.૬૩, રે. દેવગઢગામની સીમ તા.લાલપુરને શ્વાસની બિમારી હોય તથા પથરોળીની બિમારી હોય જેથી પાંચેક દિવસ પહેલા લાલપુર સરકારી દવાખાને બાટલા ચડાવી ગયેલ હોય અને બિમારીમાં સારૂ થતું ન હોવાથી કંટાળી જઈ વાડીમાં આવેલ ગોડાઉનમાં પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા મરણ ગયેલ છે.(૨૧.૨૫)

(1:03 pm IST)