Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

લીંબડી હાઇ-વે ઉપર સ્ત્રીની આડમાં બ્લેકમેઇલ કરનાર ઝડપાયા

 વઢવાણ તા. ૨૬ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇ વે ઉપર સાયલા તાલુકાના લિંગાળા ગામમાં શાળામાં આચાર્ય તરીકે નોકરી કરતા અને મૂળ રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના ગોરૈયા ગામના વતની એવા ઓધવદાસ પુરણદાસ દાણીધારીયા બાવાજીને એક અજાણી  સ્ત્રીએ મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરી, મીઠી મીઠી વાતો કરી, ભોળવી, શરીરસુખ આપવા માટે લલચાવી, હાઇવે ઉપર બોલાવી, બીજા અજાણ્યા ત્રણ માણસોની મદદથી એસેન્ટ કાર નંબર MH-૨૫૯૧માં અપહરણ કરી, જુદી જુદી જગ્યાએ લઇ જઇ, નગ્ન કરી, વિડિયો ઉતારી, બદનામ કરવાની ધમકીઓ આપી, ધોકા વડે માર મારી, ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગી, બળજબરીથી રોકડ રૂ. ૫૦,૦૦૦ સોનાની ચેઇન કિંમત રૂ. ૨૦,૦૦૦ તથા પેટ્રોલ પુરાવી, કુલ રૂ. ૭૧,૦૦૦ કઢાર્વીં લીધેલ હતા. આ બાબતે સામાન્ય રીતે આબરૂ જવાની બીકે કોઈ ફરિયાદ કરતું નથી. પરંતુ, ફરિયાદી ઓધવદાસ પુરણદાસ દાણીધારીયા બાવાજીને લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ ફરીયાદ કરવા સમજાવતા, લીંબડી પોલીસ સ્ટેશન ખાતે  સ્ત્રીની આડમાં બ્લેકમેલ કરવા, ખંડણી ઉઘરાવવા, અપહરણ કરવા,માર મારવા બાબતે અજાણી  સ્ત્રી તથા ત્રણ અજાણ્યા આરોપીઓ મળી કુલ ૪ આરોપીઓ વિરુદ્ઘ ફરિયાદ નોંધવામાં આવેલ હતી.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલિસ સ્ટેશનના પો.સ.ઇ.પ્રમોદસિંહ જાડેજા, જવા.ડી.મહિડા, જે.એસ.ડેલા, કે.કે.કલોતરા, સ્ટાફના હે.કો. ભરતભાઇ, મહેશભાઈ બાર, કમાન્ડો મનીષભાઈ, નવઘણભાઈ, દશરથસિંહ, ખુશાલભાઈ, હંસાબેન, સોનલબેન, ડ્રાઈવર શિવરાજભાઈ, સહિતની બે પોલીસ ટીમ દ્વારા ટેકનીકલ સોર્સ દ્વારા મળેલ માહિતી આધારે બોટાદ જિલ્લાના ઝમરાળા ગામની વાતની આરોપી જયાબેન ભરતભાઇ ખાચર કાઠી ઉવ. ૪૦ ને થાણાવઢ ખાતેથી પકડી પાડી, પૂછપરછ કરતા, આ ગુન્હામાં આરોપીઓ બોટાદના લાલુભાઈ મિ સ્ત્રી તથા મયુરસિંહ ઝાલા, રવીરાજસિંહ ઝાલા તથા તેની સાથેનો એક વ્યકિત સંડોવાયેલાની કબુલાત આધારે એક ટીમ બોટાદ ખાતે અને એક ટીમ સૌકા ખાતે રેઇડ કરતા, બોટાદ ખાતેથી આરોપી સિદ્ઘાંત ઉર્ફે લાલુ રમેશભાઈ પરમાર મિ સ્ત્રી ઉવ. ૨૧ રહે. બોટાદ, લાયબ્રેરી પાસેને પણ પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. જયારે સૌકા ગામના મયુરસિંહ ઝાલા તથા રવિરાજ ઝાલા નાસી ગયેલ હતા. પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. ૪૦,૦૦૦ એટીએમ કાર્ડ, સહિતનો કુલ રૂ. ૪૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં પકડાયેલ આરોપી બાઈ જયાબેન કાઠી પોતાના મોબાઈલ નંબરથી કોઈપણ મોબાઈલ નંબર ઉપર પુરુષને ફોન કરીને શિકારને ફસાવવાનું કામ કરે છે. મોબાઈલ ફોન ઉપર થોડા દિવસ મીઠી મીઠી વાતો કરી, જયારે સામેની વ્યકિત તૈયાર થાય ત્યારે એને કોઈ જગ્યા નક્કી કરીને બોલાવવામાં આવે છે અને બંને મળ્યા બાદ નજીકમાં જ તેના મળતીયા આરોપીઓ રસ્તામાં રોકી, ચારિત્ર્ય અંગે આક્ષેપો કરી, અપહરણ કરવામાં આવે અને મારમારી ફિટ કરાવી દેવાની ધમકી આપી, મારમારે છે અને ખંડણી માંગવામાં આવે છે. ઉપરાંત નગ્ન કરી, વીડિયો ઉતારી, વાઇરલ કરવાની ધમકી આપી, બ્લેકમેલ કરી, માતબર રકમ પડાવતા હોવાની કબૂલાત કરે છે. આ ગેંગ સામાન્ય રીતે વેપારી અને સોબર સારા માણસોની પસંદગી કરે છે, જેથી, આબરૂની બીકે કોઈ ફરિયાદ ના કરે અને તેનો ભરપૂર ફાયદો આ ગેંગ ઉઠાવતી હતી.

ઙ્ગ ંઆ ગુન્હામાં નાસી ગયેલ મયુરસિંહ ઝાલા મુખ્ય સુત્રધાર છે અને તેના ઈશારે જ પકડાયેલ મહિલા આરોપી જયાબેન કાઠી દ્વારા તેને બતાવેલ માણસને અને આપેલ મોબાઈલ નંબર ઉપર ફોન કરીને હાઇવે ઉપર બોલાવવામાં આવે છે. જયાં મયુરસિંહ તેના મળતીયા આરોપીઓને મોકલી, મોબાઈલ ફોનથી બોલાવેલ વ્યકિતને પકડી, અપહરણ કરી, કેમ પરાયી  સ્ત્રી સાથે રંગરેલીયા મનાવો છો..? એવા સવાલો કરી, ખંડણી ઉઘરાવતા હોવાની હકીકત પોલીસ તપાસમાં ખુલવા પામેલ છે.

હાલમાં લીંબડી પોલીસ દ્વારા બે આરોપીઓને પકડવામાં આવેલ છે જયારે આરોપી મયુરસિંહ ઝાલા, રવીરાજ ઝાલા તથા એક અજાણ્યો આરોપી જેને મયુરસિંહ ઓળખાતો હોઈ, તે નાસી ગયેલ છે. લીંબડી પોલીસ દ્વારા બંને આરોપીઓને આજ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કેટલા ઇસમોને શિકાર બનાવ્યા છે..? કેટલા ઈસમો પાસેથી રૂપિયા પડાવ્યા છે..? નાસી ગયેલ મ મયુરસિંહ ઝાલા તથા રવિરાજ ઝાલા કયાં છે...? વિગેરે મુદાઓ સબબ વધુ પૂછપરછ હાથ ધરવા તેમજ પોલીસ રિમાન્ડ ઉપર મેળવવા વધુ તપાસ લીંબડી પો.સ.ઇ. પ્રમોદસિંહ જાડેજા, જે.ડી.મહિડા, કે.કે.કલોતરા, જે.એસ.ડેલા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.(૨૧.૨૪)

 

(1:02 pm IST)
  • ચારેકોર નીરવ મોદી અને પીએનબી કૌભાંડની વાતો સહુ કરે છે પણ અમારૃં તો વિચારો? : નિરવ મોદીના વિવિધ એકમોમાં કામ કરતા અને બેકાર જેવી સ્થિતિમાં આવી ગયેલા સેંકડો નોકરીયાતોનો વેધક પ્રશ્ન : તમામની કફોડી હાલત : કોઈએ હોમ તો કોઈએ શિક્ષણ લોન લીધી છે : કોઈને ઓપરેશન છે તો કોઈને બીજા દેવા ભરવાના છે પણ સરકાર કે કંપની પાસે આ નોકરીયાતો માટે કોઈ જવાબ નથી access_time 3:54 pm IST

  • મોરબી પંથકમાં ૩ અકસ્માતમાં ૩ના મોતઃ આર.ટી.ઓ. પાસે ડમ્પર હડફેટે અસગરભાઇ, ટ્રેક્ટર પલ્ટી ખાતા નાગડાવાસના સુરપાલભાઇ તથા લાલપર પાસે ડમ્પર હડફેટે હમીરભાઇનું મોત access_time 2:20 pm IST

  • બ્રિટનમાં કોલ્ડવેવ એલર્ટ : સાઇબિરિયન ઠંડી હવાઓ અને બરફના કારણે બ્રિટનમાં હાડ જમાવી દેતી ઠંડી પડી રહી છે. હાલ હવામાન ખાતાએ બરફવર્ષાને ધ્યાનમાં લઇ ચેતવણી જાહેર કરી છે. જેમાં પહેલી ચેતવણી ટ્રાફિક અને બીજી વીજ પુરવઠાના કાપને લગતી છે. હવામાન ખાતાએ કહ્યું છેકે, 3 દિવસ ખરાબ હવામાન અને ભારે બરફવર્ષા થશે. access_time 1:04 am IST