Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

મોરબી પાલિકાની રીકવીઝેશન બેઠક બોલાવવા શાસક પક્ષના ગલ્લા તલ્લા બાદ કલેકટરે કર્યો હુકમઃ ભાજપને બહૂમતી સિધ્ધ કરવાનો પડકાર

મોરબી તા. ૨૬ : મોરબી નગરપાલિકામાં હાલના શાસક પક્ષ દ્વારા બોર્ડની બેઠક નિયમ મુજબ બોલાવી ના હોય જેથી વિપક્ષના ૧૮ સદસ્યો દ્વારા રીકવીઝેશન બેઠક માટેની કરેલી માંગ બાદ પણ શાસક પક્ષે મચક ના આપી હતી જેના પગલે હવે કલેકટરે તા. ૦૧ ના રોજ બેઠક બોલાવવા હુકમ કર્યો છે જેથી શાસક પક્ષ ભાજપને વિવિધ મુદે જવાબ આપવા ઉપરાંત હવે બહુમતી સિદ્ઘ કરવાનો પણ પડકારનો સામનો કરવો પડી સકે છે.

મોરબી નગરપાલિકાના વિપક્ષના ૧૮ સદસ્યો દ્વારા ગત તા. ૦૩-૦૧-૧૮ ના રોજ નગરપાલિકાના પ્રમુખને પાલિકાની રીકવીઝેશન બેઠક બોલાવવા રજૂઆત કરવામાં આવી હતી જે અંગે ચીફ ઓફિસર દ્વારા તા. ૦૪-૦૧-૧૮ ના રોજ તેમજ ૧૮-૦૧-૨૦૧૮ ના પત્રથી મોરબી નગરપાલિકાને આ બેઠક બોલાવવા જાણ કરી હતી પરંતુ આમ છતાં ૧૫ દિવસની સમયમર્યાદામાં બેઠક ના બોલાવાતા આ મામલે ગુજરાત મ્યુનીસીપાલીટીઝ એકટ ૧૯૬૩ ના કાર્ય સંચાલન પ્રકરણની કલમ ૫૧ (૨) મુજબ મળેલી સત્ત્।ાની રુએ મોરબી જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ દ્વારા તા. ૦૧-૦૩-૨૦૧૮ ના રોજ સવારે ૧૧ કલાકે નગરપાલિકા મોરબીના સભાખંડમાં બેઠક બોલાવવા હુકમ કર્યો છે તેમજ રીકવીઝેશન બેઠક બોલાવવા અંગે ૧૮ કોંગ્રેસી સદસ્યોએ કરેલી અરજીમાં દર્શાવેલ મુદાઓની ચર્ચા પણ કરવાની રહેશે તેવો હુકમ કરવામાં આવ્યો છે. જીલ્લા કલેકટરને મળેલી સત્ત્।ાની રૂએ કરેલ હુકમમાં બેઠક બોલવવા ઉપરાંત મુદાઓ પર ચર્ચા કરવાની રહેશે જેથી ભાજપ જે અન્યના ટેકાથી શાસન જમાવી બેઠું છે તેને હવે બહુમતી સિદ્ઘ કરવાની ફરજ પડશે તો હાલનું ગણિત સમજીએ તો ભાજપ પાસે તેના ૨૦ સદસ્યો ઉપરાંત કોંગ્રેસના કેટલાક સદસ્યો તેની સાથે આવી સકે છે જેમાં પક્ષાંતરનો વિરોધ કરતા પૂર્વ ઉપપ્રમુખ અને તેના ટેકેદારો ભાજપ તરફી મતદાન કરી સકે છે જયારે જે વિકાસ સમિતિના ટેકાથી ભાજપે શાસન મેળવ્યું હતું તે ૧૨ માંથી ૮ સદસ્યો હવે પુનઃ કોંગ્રેસમાં પરત ફરી સકે છે તો હાલ કોંગ્રેસ પાસે ૨૪ જેટલું સંખ્યાબળ છે જે બહુમતીથી થોડું દુર છે તો સામાપક્ષે ભાજપના અસંતુષ્ટો ગેરહાજર રહે તો બાજી બગડી સકે તેમ છે

ભાજપને કેમ કોંગ્રેસ  ભીંસમાં લઇ શકે છે ?

મોરબી પાલિકાના રાજકારણ અને ભાજપ કોંગ્રેસની સ્થિતિની ચર્ચા કરીએ તો ૫૨ બેઠકોની પાલિકામાં સવા બે વર્ષ પૂર્વે ચુંટણીમાં કોંગ્રેસ ૩૨ જયારે ભાજપને માત્ર ૨૦ બેઠકો મળી હતી અને કોંગ્રેસે શાસન સાંભળ્યું હતું પરંતુ અસંતુષ્ટ ૧૨ સદસ્યોએ વિકાસ સમિતિની રચના કરી હતી જેને ભાજપે બહારથી ટેકો આપતા વિકાસ સમિતિએ શાસન મેળવ્યું હતું અને ત્યારબાદ વિકાસ સમિતિના સદસ્યોને પોતાની તરફેણમાં કરીને ભાજપે સત્ત્।ાની કમાન સાંભળી છે જોકે વિપક્ષના સદસ્યોએ કરેલી અરજીમાં મોરબીમાં સફાઈ, ગટર વ્યવસ્થા અને ભૂગર્ભના કામોમાં બેદરકારી ઉપરાંત નગરપાલિકાની હાલની બોડી લઘુમતીમાં હોવાનું જણાવ્યું હતું તે ઉપરાંત બોડી લઘુમતીમાં હોય કમિટીઓનું વિસર્જન કરી આ અંગેનો ઠરાવ રદ કરવાની માંગ કરવામાં આવી હતી જેથી ભાજપને પાલિકામાં પોતાની બોડીને બહુમતી છે તે સિદ્ઘ કરવું પડશે અન્યથા કમિટીઓની રચના કરવામાં આવી છે તેનું વિસર્જન કરવા માટે પણ ફરજ પડી સકે છે.

(1:02 pm IST)