Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ટંકારાની આર્ય વિદ્યાલયમ્ માં ''આઓ અબ લૌટ ચલે ભવ્ય ભારત કી ઓર'' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

ટંકારા : આર્ય વિદ્યાલય ખાતે પ્રથમ વાર્ષિકોત્સવ પ્રસંગે ''આઓ અબ લૌટ ચલે ભવ્ય ભારત કી ઓર'' શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ.  આર્ય વિદ્યાલયના પ્રવેશદ્વારથી જ સેવા સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય બાળ ઉછેર, પુસ્તક પરબ, વ્યસન મુકિતના સુંદર ફલોટો ઉભા કરાયેલ.  કેમ્પસ ડાયરેકટર મેહુલભાઇ કોરીંગાએ સ્વાગત કરી શાળાનો પરિચય આપેલ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં કે.જી.થી ધો. ૧૨૧ સુધીના ૩પ૦ જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધેલ. સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ સંસારનું ઉત્તમ કર્મે તથા પરોપકારનું ઉત્તમ સાધન તેવા યજ્ઞથી કરાવેલ. તેમાં બધા બાળકોએ ભાગ લીધેલ. વ્યાયામ નિર્દેશન કરાયેલ. ટવીંકલ ટવીંકલ લીટર સ્ટાર... દેશભકિત ગીત, બાળકોની અદાલત, ગરબો, સ્કુલ ચલે હમ, કસુંબીનો રંગ, કવાલી વિગેરે રજૂ કરાયેલ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટંકારા વિસ્તારના સેવાભાવી વ્યકિતઓનું વિશિષ્ટ સન્માન પ્રમુખ મહેશભાઇ દલસાણીયા તથા મંગશ્રી દેવજીભાઇ પડસુંબીયા દ્વારા કરાયેલ.  કાર્યક્રમનું સંચાલન કાજલબેન નિધિબેન તથા વિજયભાઇ દ્વારા કરાયેલ.  (૯.૬)

(1:01 pm IST)