Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પોરબંદર જિલ્લા પતંજલી યોગ સમિતિનું ગૌરવ

 પોરબંદર પ.પૂ. રામદેવજી મહારાજ પતંજલિ યોગ સમિતિ ભારત સ્વાભિમાન-યુવા ભારત-કિસાન સેવા સમિતિ-પતંજલી મહિલા યોગ સ્મૃતિ હરિદ્વાર દ્વારા દરેક ભારતીયોમાં ભારત માતાનું ગૌરવ વધારવા દેશને વિશ્વગુરૂનું સ્થાન ફરી મેળવવા માટે યોગ સ્પર્ધાનું આયોજન જીલ્લા કક્ષાએ-રાજય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ રાખેલ. જેમાં પોરબંદર જીલ્લા લેવલે શિબિર થયેલ. વિદ્યાર્થીઓ રાજય કક્ષાએ ગોંડલ યોગ સ્પર્ધાનું આયોજન થયેલ. જેમાં સબ જુનીયરમાં પોરબંદરની કુ.દિયા વ્રજલાલ સોલંકી (ઉ.૧૩) પ્રથમ વિજેતા થયેલ તેમજ જુનીયર ગ્રુપમાં અલ્પેશ ઘનશ્યામ મકવાણા (ઉ.વ.૧૭) તેઓ પ્રથમ વિજેતા જાહેર થયેલ.  તેથી આ બંને બાળકોએ પોરબંદરનું ગૌર વધારેલ છે. કેન્દ્ર કક્ષાએ હવે હરીદ્વાર પતંજલી યોગ પીઠ ખાતે યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જશે ત્યાં પણ પોરબંદરનું ગૌરવ વધારશે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે. ગોંડલ ખાતે ભારત સ્વાભિમાન જીલ્લા અધ્યક્ષશ્રી દિનેશભાઇ થાનકીની રાહદારો ભાગ લેવા ગયેલ હતા. યોગ સ્પર્ધા ઉર્ત્તીણ થયેલ. વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરેલ હતા.

(12:58 pm IST)