Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

દ્વારકાધીશના ચરણે ફુલડોલ ઉત્સવમાં જોડાવવા પદયાત્રિકોનો અવિરત પ્રવાહ....

જામનગર : હોળી - ધુળેટીના તહેવારો નજીક આવતા ભાવિકો પણ ભકિતના રંગે રંગતા જોવા મળે છે. દ્વારકાધીશના સાનિધ્યમાં લાખોની સંખ્યામાં ભારત ભરમાંથી કાનાના ભકતો પગપાળા ફૂલડોલ રમવા પહોચે છે.ઙ્ગ છેલ્લા દિવસોમાં દ્વારકા હાઇવે પર ચાલીને જતા ભાવિકોનું કીડીયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો જય દ્વારકાધીશ, જય રણછોડ..ના નારાઓ સાથે દ્વારકા તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે. દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં જતા પદયાત્રીઓની સેવા કરી પુણ્યનું ભાથું બાંધવા દ્વારકા જતા રસ્તાઓ પર સેવાભાવી સંસ્થાઓ અને લોકોએ કેમ્પો પણ શરૂ કર્યા છે. ચાલીને જતા પદયાત્રીઓને રસ્તામાં થોડા-થોડા અંતરે વિશામા અને નાસ્તા,ઠંડા પીણા, દૂધ કોલ્ડ્રીંક,જમવા સહિતની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. રાત્રી દરમ્યાન રાતવાસો કરવા માટે પંડાલો બનાવી ન્હાવા સહિતના નિત્યક્રમ માટે પણ સેવાભાવીઓએ ખાસ વ્યવસ્થા કરી છે. જામખંભાળિયા નજીક આવેલ ખોડીયાર મંદિરે જમવા,રહેવા ઉપરાંત આધુનિક પરિસ્થિતિમાં પદયાત્રીઓના મોબાઈલ ચાર્જીંગની વ્યવસ્થા ગોઠવાતા પદયાત્રીઓ પદયાત્રા દરમ્યાન સંપર્ક માટે પડતી તકલીફમાં રાહત મળ્યાનો અહેસાસ કરી રહ્યા છે. હોળી-ધુળેટીના પર્વને લઇ કાના નગરી દ્વારકા તરફ પદયાત્રી અને સેવાભાવીઓનો પડાવ ઠેર-ઠેર જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકા તરફના રસ્તા-હાઈવે પર આનંદ અને ઉત્સાહ સાથે લોકો પદયાત્રા જોવા મળી રહ્યા છે. પદયાત્રીઓ થાક ભૂલી કાના સાથે હોળી રમવા આતુર જોવા મળી રહ્યા છે. ફોટો સ્ટોરી- કિંજલ કારસરીયા - જામનગર મો-૯૯૯૮૮૭૭૦૮૧. તસ્વીરમાં જામખંભાળીયાથી દ્વારકા પદયાત્રાએ જતા યાત્રિકો તથા ખંભાળીયાના ''અકિલા''નાં પ્રતિનિધિ કૌશલ સવજાણી અને તેમની પદયાત્રીકોની નજરે પડે છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી : તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર) (૯.૭)

 

(12:55 pm IST)