Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

અમરેલીમાં જન્મદિને મહિલા વિકાસ ગૃહને દાન અર્પણ

અમરેલી : તાલુકાના વાંકીયા ગામના વતની અમદાવાદ સ્થિત લેઉવા પટેલ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી તથા લેઉવા પટેલ સમાજના આગેવાન, નિજાનંદ સેવા સંઘના સ્થાપક પ્રમુખ, સૌ. કો. ઓ. બેંકના પૂર્વ વા. ચેરમેન તથા વાંકીયા ગામ કેળવણી મંડળના પ્રમુખ બાબુભાઇ પેથાણીએ ચંદુભાઇ સંઘાણીની પાલક પુત્રી સોનલના લગ્ન પ્રસંગે જન્મ દિવસ નિમિતે નિરાધાર બહેનોના આધારસમી સંસ્થા મહિલા વિકાસ ગૃહ-અમરેલીને એકાવન હજારનું દાન આપીને પ્રેરણાત્મક પહેલ કરી હતી. આ તકે દાતા તથા સેવારત્ ન બાબુભાઇ પેથાણીએ જણાવ્યું હતું કે નિરાધાર તથા નિઃસહાય બાળાઓના સર્વાંગી વિકાસમાં ફુલની પાંખડી સ્વરૂપે દાન અર્પણ કર્યુ હતું. આ દાનને પૂર્વ કૃષિમંત્રી દિલીપભાઇ સંઘાણી, જિ. ખ. વે. સંઘના ચેરમેન શરદભાઇ લાખાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, સેવા ટ્રસ્ટના પ્રમુખ ચંદુભાઇ સંઘાણી, એમ. ડી. ડો. આર. એસ. પટેલ, યુવક સેવા વિભાગના સચિવ શ્રી પટેલ, ખેડાના ડીડીઓ શ્રી સુધીર પટેલ, પટેલ સમાજના આગેવાનો વસંતભાઇ મોવલીયા, ડી. રે. રૈયાણી, પ્રેમજીભાઇ ડોબરીયા, દિનેશભાઇ બાંભરોલીયા, રમેશભાઇ કાથરોટીયા, વિજયભાઇ દેસાઇ, લાલજીભાઇ દેસાઇ, હરેશભાઇ બાવીસી, ધીરૂભાઇ ગઢીયા તથા સમગ્ર મહિલા વિકાસ ગુરૂના સંચાલીકોએ આવકારીને શ્રી પેથાણીને અભિનંદન આપ્યા હતાં. (તસ્વીર  - અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી) (પ-પ)

 

(12:04 pm IST)