Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પોરબંદરના ૨૦ મુસ્લિમ યતીમ વિદ્યાર્થીઓને હયુમન વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સહાયઃ ચેક વિતરણ

પોરબંદર તા.૨૬: હયુમન વેલ્ફેર ફાઉન્ડેશન તરફથી યતીમ બાળકોને શૈક્ષણિક સહાય પેટે રૂ.૩,૫૯,૬૭૦ જેવી માતબર રકમ વિતરણ કરાય હતી. જેમાં ૨૦ વિદ્યાર્થીઓને રૂ.૧૦ હજારથી ૪૫ હજાર સુધીની સહાય ચેક દ્વારા આપવામાં આવી હતી. જેના વિતરણ માટે દિલ્હી એકમના અલ્તાફ મોહમંદ તથા અમદાવાદના સઇદ શેખ ઉપસ્થિત રહ્યા હતા.

મદ્રેસાના ઓન.સેક્રેટરી ફારૂકભાઇ સુર્યાએ જણાવ્યું હતું કે, દિલ્હીની સંસ્થા હયુમન વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા યતીમ બાળકોને મદદ કરવામાં આવે છે તે અંતર્ગત મુસ્લિમ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તે લાભ મળી શકે તે માટે ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જે અનુસંધાને ધોરણવાઇઝ ૧૦ હજારથી લઇને ૪૭ હજાર સુધીની સહાય ૨૦ જેટલા યતીમ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને કરવામાં આવી છે અને હજુ ૧૩ જેટલા વિદ્યાર્થીઓ કેટલાક ડોકયુમેન્ટમાં ટેકનીકલ ભુલને કારણે બાકી રહી ગયા છે તેઓને પણ ડોકયુમેન્ટ પુરા પાડશે એટલે સહાય આપવા હયુમન વેલ્ફેર ફાઉન્ડેશન તૈયાર છે.યતીમ બાળકોને સહાય માટે ફોર્મ ભરવાની તથા તેને લગતી તમામ કાર્યવાહી સફળ રીતે પાર પાડવાની સમગ્ર કામગીરી માટે હયુમન વેલ્ફેર ફાઉન્ડેશનના જનાબ અલ્તાફ મહમદ તથા સઇદ શેખ સહિતના હોદેદારોએ વિ.જે. મદ્રેસાના ઓન. સેક્રેટરી ફારૂભાઇ સુર્યાનો આભાર વ્યકત કરી હજુ પણ સમગ્ર વિસ્તારના યતીમ બાળકોને શૈક્ષણિક સહાય પુરી પાડવાની તૈયારી દર્શાવી હતી. આ પ્રસંગે ઉમ્મતિ એન્ડ ઉન્નતિ ગ્રુપના યાસીનભાઇ ઐબાણી અને એજાઝભાઇ લોધીયા ઉપસ્થિત રહ્યા હતા.(૧.૭)

(12:02 pm IST)