Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

પોરબંદર માછીમાર બોટ એસોસીએશન તથા કોસ્ટ ગાર્ડ આયોજીત સ્પોર્ટ ફેસ્ટ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો

વિવિધ ગ્રુપમાં સ્વીમીંગ હોડી સ્પર્ધા-વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઇ

પોરબંદર તા. ર૬ :.. માચ્છીમાર બોટ એસોસીએશન તેમજ ઇન્ડીયન કોસ્ટગાર્ડનાં સંયુકત ઉપક્રમે 'સ્પોર્ટ ફેસ્ટ-ર૦૧૮' (રમત ગમત) હરીફાઇ ૧૦ થી ૧પ વર્ષ સુધી, ૧૬ થી ૧૮ વર્ષનાં બાળકો છોકરા, છોકરીઓ માટે ૧૦૦ મીટર અને ર૦૦ મીટર રનીંગ સ્પર્ધા રાખવામાં આવેલ હતી જેમાં નાની છોકરીઓની સંખ્યા ૭ર જેટલી નોંધાય હતી જેમાં રનીંગમાં કુલ ર૬૬ જેટલા બાળકોએ ભાગ લીધેલ હતો અને તેજ દિવસે વોલીબોલ ટુર્નામેન્ટ રાખવામાં આવેલ હતી. જેમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં ભાવસિંહજી વ્યાયામ શાળાનાં ખારવા સમાજનાં યુવાનોની ટીમ વિજેતા રહેલ અને રર્નસઅપ કોસ્ટગાર્ડની ટીમ રહેલ.

 

રવિવારે ચોપાટી સમુદ્રમાં સીનીયર અને જૂનીયર યુવાનો, બાળકો માટે તરણ સ્પર્ધા તેમજ નાની હલેશા વાળી એક લકડી હોડીઓની સ્પર્ધા રાખવામાં આવેલ જેમાં ૧ર થી ૧૪ વર્ષ સુધી, ૧પ થી ૧૮ વર્ષનાં બાળકો માટે તેમજ ૧૮ વર્ષથી ઉપરનાં મોટા ભાઇઓ માટે પ૦૦ મીટર સ્વીમીંગ સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં નાના-મોટા કુલ ૩૧ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો તેમજ નાની હલેશા વાળી એક લકડી હોડીઓમાં કુલ ૧૧ હોડીઓમાં રર સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.

ડીઆઇજી ઇન્ડીયન કોસ્ટગાર્ડ શ્રી ઇકબાલસિંહ ચૌહાણે

કોસ્ટગાર્ડ અને બોટ એસોસીએશન બન્ને મળીને આ આયોજન બદલ અભિનંદન, માછીમારોની રક્ષા માટે કોસ્ટગાર્ડ હંમેશા માટે તત્પર છે માછીમારોનાં બાળકો પણ કોસ્ટગાર્ડમાં જોડાય તેમજ દેશની રક્ષા માટે આગળ વધે અન કોસ્ટગાર્ડ અને માછીમારો એક બીજાને મદદરૂપ બને. તેમ જણાવેલ હતું.

પોરબંદર બોટ એસોસીએશન પ્રમુખ ભરતભાઇ મોદીએ જણાવેલ કે, કોસ્ટગાર્ડ અને બોટ એસોસીએશનનાં સહકારથી આયોજન બદલ કોસ્ટગાર્ડનો તેમજ શ્રીરામ સ્વીમીંગ કલબનો આભાર, કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોની સાથે રહી એક બીજાને મદદરૂપ  બને છે કોસ્ટગાર્ડ હંમેશા માછીમારોને સહકાર આપે છે વધુ સહકાર આપે તેમજ માછીમારોનાં બાળકો એજયુકેશનમાં ધ્યાન આપી કોસ્ટગાર્ડ, નેવી જેવી સમુદ્રની દરીયાઇ સુરક્ષા એજન્સીઓમાં જોડાય તેમજ દેશની સુરક્ષામાં માછીમાર સમાજનું પણ યોગદાન આપીએ. આ પ્રકારની ઇવેન્ટ વારંવાર યોજાય તે માટે પ્રયત્ન કરશું.

ઇન્ડીયન કોસ્ટગાર્ડનાં અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફ, પોરબંદર બોટ એસોસીએશન કમીટી મેમ્બરશ્રીઓ, શ્રીરામ સ્વીમીંગ કલબનાં મેમ્બરશ્રીઓ સાથે રહી આ કાર્યક્રમને સફળતા અપાવેલ હતી. કાર્યક્રમનું  ઇનામ વિતરણ ચોપાટી લોર્ડસ હોટેલ પાસે સમીયાણા બાંધી કાર્યક્રમ યોજવામાં આવેલ હતું. જેમાં ઇનામ વિતરણમાં કોસ્ટગાર્ડનાં ડીઆઇજી ઇકબાલસિંહ ચૌહાણ, કમાન્ડરશ્રી ભુતીયા તેમજ કોસ્ટગાર્ડનાં અધિકારીશ્રીઓ, પોરબંદર બોટ એસોસીએશન પ્રમુખ ભરતભાઇ મોદી, ઉપપ્રમુખ બાબુભાઇ ગોસીયા તેમજ કમીટી મેમ્બરઓ, પોરબંદર બોટ એસોસીએશન પૂર્વ પ્રમુખ વેલુભાઇ મોતીવરસ, શ્રીરામ સ્વીમીંગ કલબનાં પ્રમુખ હર્ષિતભાઇ રૂધાણીનાં હાથે કરવામાં આવેલ હતું. વિજેતા સ્પર્ધાકોને કોસ્ટગાર્ડ તરફથી સીલ્ડ, મેડલ, સર્ટીફીકેટ તેમજ બોટ એસોસીએશન તરફથી વિજેતા ૧,ર,૩, ને રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતું તેમજ ભાગ લેનાર કુલ ૪૬૬ સ્પર્ધકોને કોસ્ટગાર્ડ તરફથી સર્ટીફીકેટ આપી સન્માનવામાં આવ્યા હતાં.

કાર્યક્રમનું સંચાલન પોરબંદર બોટ એસોસીએશનનાં પૂર્વ પ્રમુખ વેલુભાઇ મોતીવરસ તેમજ ખારવા સમાજ સાંસ્કૃતિક ટીમનાં સભ્ય મહેશભાઇ મોતીવરસે કરેલ હતું આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકો તેમજ રમતપ્રેમી લોકો હાજર રહેલ હતાં.

૧૦ થી ૧પ વર્ષની  ઉમરના બાળકો માટે ૧૦૦ મીટર દોડમાં ગોહીલ જય જયંતીભાઇ, કોટીયા પવન વિજયભાઇ તથા મચ્છ ધ્રુવ સંજયભાઇ પ્રથમ ત્રણ ક્રમાંકે વિજેતા થયા હતાં.

ગર્લ્સ વિભાગમાં સલેટ નીમીષા મધુભાઇ, ગોહેલ નેન્સી વિજયભાઇ તથા ખોરાવા પુનમ અશોકભાઇ વિજેતા થયા હતાં.

સ્વીમીંગ ૪૦૦ મીટર જાહેર સ્પર્ધામાં સોનેરી અંકિલ લાધુભાઇ, કોટીયા આકાશ રામજીભાઇ તથા મચ્છવાળા કેબલ બાબુલાલ પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયા હતાં.

બોટીંગ સ્પર્ધા પ૦૦ મીટરમાં જય ચામુડીંયા, જય ઘડેશ્વરી તથા ધનલક્ષ્મી બોટ વિજેતા બની હતી.  વોલીબોલ ઓપન સ્પર્ધામાં ભાવસિંહજી બી. ટીમ વિજેતા બની હતી કોસ્ટગાર્ડની ટીમ રનર્સ અપ થઇ હતી. (પ-૧૦)

(12:01 pm IST)