Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ઉનામાં યુવતીનું પર્સ ઝૂંટવી જનાર ઝડપાયેલ ર શખ્સોની અન્ય ચોરીમાં સંડોવણી ? : પોલીસ દ્વારા પૂછપરછ

ઉના, તા. ર૬ : એક માસ પહેલા ચાલીને જતી યુવતીના મોબાઇલ ફોન-પર્સની લૂંટ કરી નાસી જનાર બે શખ્સોની ધરપકડ કરી અને એક દિવસની રીમાન્ડ ઉપર લીધા છે. ઉના પોલીસે લૂંટનો ગુનાનો ભેદ ઉકેલી સફળતા મેળવી છે.

ગત તા. ર-૧-૧૮ના રોજ બપોરના સુમરે જાહેર બાગની પાછળ બરફના કારખાના પાસેથી ચાલીને જતી યુવતી ચેતનાબેન ગીજુભાઇ રાઠોડ ઉ.વ.રર રે. દુદાણા તા. કોડીનારવાળાને બે અજાણ્યા શખ્સો મોટર સાયકલ ઉપર આવી હાથમાં રહેલ મોબાઇલ ફોન તથા પર્સની હાથમાંથી ઝોંટી કુલ રૂ. ૪૦૦૦ની લૂટ કરી નાસી ગયા હતા. પોલીસ ફરીયાદ નોંધાવતા ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ. ખમાણનીસુચનાથી પીએસઆઇ કાચા , એસ.જી. ડી-સ્ટાફના પોલીસ જમાદાર આર.જે. વાઢેર, સરમણભાઇ, પ્રદીપસિંહ, મયુરભાઇ વિગેરે તપાસ કરતા ગઇકાલે ઇમરાન ઉર્ફે કાલી કરીમભાઇ સુમરા મુસ્લિમ ઉ.વ. ર૧ તથા વશીક સલીમભાઇ મુલ્લા મન્સુરી ઉ.વ. ર૪ રે. ઉનાવાળાને શંકાસ્પદ હાલતમાં પકડી પૂછપરછ કરી ઉના પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ગત તા. ર૦/૧/૧૮ના લૂંટ ચીલ ઝડપનો ગુનો કબુલ કરી લેતા તેની ધરપકડ કરી હતી.

ઉના કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરતા ર૪ કલાકની રીમાન્ડ મંજુર કરી છે. રીમાન્ડ દરમ્યાન આ યુવતીનો મોબાઇલ ફોન કયા છે ? ત્થા અન્ય ચીલઝડપ કે ચોરીના ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પોલીસ પૂછપરછ કરી રહી છે. તેમજ મોટર સાયકલ કોની હતી કયાં રાખી છે તે અંગે તપાસ કરી રહ્યા છે. (૮.૬)

(12:01 pm IST)