Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આયોજનના અભાવે પ્રજાના પૈસાનું પાણીઃ કોંગ્રેસનો આક્ષેપ

જુનાગઢ તા. ર૬ :.. મહાનગરપાલિકા કચેરીના પ્રથમ માળે આવેલ માં શૌચાલય જે કોર્પોરેશનની કચેરીનું નિર્માણ થયુ ત્યારથી ચાલુ સ્થિતીમાં હતું. પરંતુ છેલ્લા એક વર્ષથી મુલાકાતીઓ માટે વેઇટીંગ રૂમ બનાવવા માટે બંધ કરવામાં આવેલ હતું. જેમાં હાલમાં જ આ જુના શૌચાલયને તોડીને નવુ બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ જુના શૌચાલયમાં શુ તકલીફ હતી કે તેમા નવુ પ્રજાના પરસેવાના ટેકસ રૂપિયા ત્રણ લાખ ખર્ચવામાં આવી રહ્યા છે. શું કોર્પોરેશન જયા જરૂરીયાત છે ત્યાં ગ્રાન્ટ વાપરવાને બદલે અધિકારીઓની અણઆવડતને કારણે પ્રજાના પૈસાનો દુવ્યય કરી રહ્યા છે. જો આવી જ રીતના કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા ગ્રાન્ટ વેડફવામાં આવશે તો રાજય સરકાર દ્વારા જૂનાગઢ, કોર્પોરેશનને  ગ્રાન્ટ કયાં વેડફવી અને પ્રજાના પૈસાનું પાણી કયાં કરવુ એ બાબતમાં એવોર્ડ મળવા હકકદાર બનશે. તેમ જુનાગઢ શહેર કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કેશુભાઇ ઓડેદરાએ જણાવ્યું છે.

આ જુનુ શૌચાલય જયારે બંધ કરવામાં આવ્યુ ત્યારે જુનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવેલ હતો પરંતુ સત્તાના નશામાં ચુર અધિકારીઓએ આ બાબતને ધ્યાને લીધી ન હતી જેથી આજે અધિકારીઓને સમજાણુ કે શૌચાલયની જરૂરીયાત પહેલા માળે હોવા છતાં અમારા દ્વારા બંધ કરેલ છે અને હવે ફરીથી રીનોવેશન કરી ત્યાં જ શૌચાલય બનાવવામાં આવી રહ્યુ છે શું જુનુ શૌચાલય હતુ તેમાં જો થોડુ ઘણુ રીપેરીંગ કરી શકાય તેમ હતું પરંતુ અધિકારીઓને તેમાં કશો લાભ ન મળત, તેથી શૌચાલય રીનોવેશન કરવામાં આવે છે શૌચાલય બને તે સારી વાત છે પરંતુ આવા ખોટા ખર્ચા કરે છે તેની સામે જુનાગઢ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ કેશુભાઇ ઓડેદરાએ વિરોધ વ્યકત કર્યો છે. (પ-૩)

 

(11:59 am IST)