Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ધોરાજી પાલિકાના પ્રમુખ પદે કોંગ્રેસના દામજીભાઇ ભાષા, ઉપપ્રમુખ પદે મકબુલ ગરાણા બીનહરીફ

ધોરાજી તા.ર૬ : અહીયા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી ગઇકાલે  યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે ડી એલ.ભાષા અને ઉપપ્રમુખ તરીકે મકબુલ ગરણા બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા

ધોરાજી  નગરપાલિકા ની  ચૂંટણી યોજાયા બાદ કોંગ્રેસ ને ૨૨ અને ભાજપ ને ૧૪ સીટ સાથે વિજય થયેલ.   રજા ના દિવડે ડે કલેકટર એ પદાધિકારી ઓની ચૂંટણી નગરપાલિકા કચેરી ના સભા ગૃહ માં યોજતા અને કોંગ્રેસ ને બહુમતી મળતા પ્રમુખ તરીકે દામજીભાઈ લાખાભાઈ ભાષા (ડી.એલ .ભાષા)અને ઉપપ્રમુખ તરીકે મકબુલભાઈ ગરણા ના નામ ની દરખાસ્ત મુકતા સર્વાનુમતે ૨૨ કોંગ્રેસ ના સભ્યો એ આંગળી ઉચિકરી ટેકો જાહેર કરતા બંને હોદેદારો ને બિન હરીફ જાહેર કર્યા હતા

શ્રી ભાષા છેલ્લા ૫ ટર્મ થી ચૂંટાઈ આવે છે તેમજ નગરપાલિકા માં પ્રમુખ તરીકે અગાઉ રહી ચૂકયા છે જયારે ઉપપ્રમુખ મકબુલભાઈ ગરણા છેલ્લા ૨ ટર્મ થી ચૂંટાઈ આવેછે અને વાહન વ્યહાર કમિટી માં ચેરમેન તરીકે રહી ચૂકયા છે

ચૂંટણી કાર્યવાહી પૂર્ણ થતાં બંને હોદેદારો નું વિજય સરઘશ ભારે આતશબાજી સાથે નીકળેલ જેમાં કોંગ્રેશ ના શહેર પ્રમુખ જગદીશભાઈ રાખોલીયા, મહામંત્રી ચિરાગભાઈ વોરા, દિલીપભાઈ જાગાણી, વિઠ્ઠલભાઈ હીરાપરા ગોપાલભાઈ સલાટ વિગેરે અગ્રણીઓ જાડાયા હતા.

નવા ચૂંટાયેલા પદાધિકારીઓ ને કોંગ્રેસ ના ધારાસભ્ય લલિતભાઈ વસોયા મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ હાજી ઇબ્રાહિમભાઈ કુરેશી હાજી અમીનભાઈ નવીવાળા હાજી અફરોજભાઈ લકડકૂટા, બસીદભાઇ પાનવાળા નગીનભાઈ વોરાસહિત આગેવાનો એ શુભેચ્છા પાઠવી હતી. (૩-૯)

(11:57 am IST)