Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

કોટડાસાંગાણી નજીક કેસુડા ખીલી ઉઠયા

 હોળી ધુળેટીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ તહેવારને ધામધૂમથી ઉજવવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજના યુગ મા તો શહેર ના લોકો કેમીકલ યુકત કલરનો ઉપયોગ કરતા અચકાતા નથી ત્યારે ગામડા ઓમા આજે પણ અનેક લોકો ફકત કેસુડાના રંગ નોજ ઉપયોગ કરતા હોય છે ત્યારે કેસુડો પણ પુરી રીતે ખીલી ગયો છે.અને લોકો હોળી રમવામા કેમીકલ યુકત કલરોની જગ્યાએ તેમનો કયારે ઉપયોગ કરશે તેની પણ તે વાટ જોઈ રહ્યો તેમ લાગી રહ્યુ છે કોટડાસાંગાણી નજીક આવેલા ખારા વાડી વિસ્તારમા આ ખીલેલા કેસુડાના ઝાડનુ દ્રશ્ય કેમેરા કેદ થયુ છે. (તસ્વીર : કલ્પેશ જાદવ, કોટડાસાંગાણી)

(11:56 am IST)