Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ભાવનગરમાં રથયાત્રાના કાર્યાલયની ચોરીનો ભેદ ખૂલ્યોઃ મુદ્દામાલ સાથે લાલો પકડાયો

ભાવનગર તા. ૨૬ : નિલમબાગ પોલીસ સ્ટેશન ના ડી.સ્ટાફનાંઙ્ગ પો.સબ.ઇન્સ. આર.જે.રહેવર તથા ડી.સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર મા મિલ્કત વિરૂધ્ધ ના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા મિલ્કત વિરૂધ્ધ ના ગુનાઓ મા પકડાયેલ ગુનેગારો શકદારો ની તપાસ મા હતા તે દરમ્યાન હકીકત આધારે આરોપી ચિરાગ ઉર્ફે લાલો સામંતભાઇ સૈડા ઉ.વ.૨૫ -આહિર રહે-વડવા ચાવડી ગેટ, ખોડીયાર માંતાના મંદિર પાસે ભાવનગર વાળાનાં રહેણાંક મકાને ઝડતી તપાસ કરતા ચોરી માં ગયેલ મુદામાલ (૧) ચાંદીનો રથ ચાર ઘોડા સહીતનો કી.રૂ.૫૦૦૦ (૨) એલ.જી.કંપનીનુ ૩૨ ઇંચનુ એલઇડી ટીવી નંગ ૧ કી.રૂ.૨૦,૦૦૦ (૩) સેટ ટોપ બોકસ જીટીપીએલ નંગ ૧ કી.રૂ.૧૫૦૦ (૪) લોખંડના ક્રોમ કરેલ હાથા વગરના ભાલા નંગ ૧૦ કી.રૂ-૫૦૦ (૫) પીતળના ત્રીશુલ હાથા વગરના નંગ-૨ કી.રૂ.૧૫૦૦ (૬) એવોર્ડ (શીલ્ડ) નંગ ૪ કી.રૂ.૪૦૦ (૭) નીલ ચક્ર નંગ-૧  (૮) તલવાર નંગ ૧ કી.રૂ.૧૦૦ (૯) પીતળના દીવા નંગ-૨ કી.રૂ.૧૦૦ (૧૦) લોખંડના હાથા વાળી ફરસી નંગ ૧ કી.રૂ.૫૦ મળી કુલ કી રૂ. ૨૯,૧૦૦નો મુદામાલ સાથે મળી આવેલ.

મજકુર આરોપીની પુછપરછ કરતા તેણે આજથી પાંચેક દિવસ પેહલા રાત્રી ના સમયે ચાવડી ગેટ વિસ્તારમા આવેલ રથયાત્રા ના કાર્યાલય મા ઉપરનુ સિમેન્ટ નુ છાપરૂ તોડી અને ઓફીસ ની પ્લાસ્ટર ઓફ પેરીસ ની છત તોડી પ્રવેશ કરી ઉપરોકત મુદામાલ ની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે.ઙ્ગ

આ અંગે નિલમબાગ પો.સ્ટે. મા રસીકભાઇ બચુભાઇ વાઘેલા કોળી ઉવ-૫૮ ધંધો-નિવૃત્ત્।ઙ્ગ રહે-દેવુબાગ અનંતવાડી નવજીવન સોસાયટી પ્લોટ નં-૨૬/એ ભાવનગર વાળા એ ગઇ તા.૨૪/૦૨/૨૦૧૮ ના રોજ આ ચોરી અંગે ની ફરીયાદ દાખલ કરાવેલ.

આમ સમગ્ર કામગીરીમાંઙ્ગ નિલમબાગ પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર કે.જે.રાણા  તથા ડી.સ્ટાફના પો.કોન્સ હારીતસિંહ ચૌહાણ તથા પો.કોન્સ હિરેનભાઇ મહેતા તથા પો.કોન્સ જીગ્નેશભાઇ મારૂ તથા મુકેશભાઇ મહેતા સહિતનાઓઙ્ગ ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢવામા સફળતા મળેલ છે.(૨૧.૧૮)

(11:53 am IST)