Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સો પકડાયા

ગોંડલ તા. ૨૬ : ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં જુગાર રમતા ૯ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલનો નવું માર્કેટિંગ યાર્ડ જાણે જુગારીઓ માટે મોકળું મેદાન બની ગયું હોય તેમ એકાંતર પોલીસ દ્વારા દરોડા પાડી જુગારીઓને પકડી પાડવામાં આવતા હોય છે, ત્યારે આરસીસીના છાપરામાં પીલોર નંબર ૧૯ પાસે તીન પત્તીનો જુગાર રમતા હિતેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજા, રહીમ હારૂનભાઇ મકવાણા, અબ્દુલ કાસમભાઈ મકરાણી, અમીશા ઓસમાણ માજોઠી, જેન્તી નાનજીભાઈ રાંક, વિનોદ ધનજીભાઈ સરવૈયા, વિનોદ વાલજીભાઈ મકવાણા, જેન્તી ગોકળભાઈ પરમાર તેમજ ભુપત મચ્છાભાઈ જાદવને સીટી પોલીસના નરેન્દ્રસિંહ રાણા, રૂપકભાઈ વોહરા સહિતના પોલીસ સ્ટાફેઙ્ગ રૂપિયા ૧૨૬૫૦ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:53 am IST)