Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સતાધારના મહંત પૂ. વિજયબાપુના પૂર્વાશ્રમના માતુશ્રી સાકરબેન ચાવડા શ્રીજીચરણ પામ્યા : શનિવારે બેસણું

રાજકોટ : સતાધારની પૂ. આપાગીગાની જગ્યાના લઘુમહંત પૂ. વિજયબાપુના પૂર્વાશ્રમના માતુશ્રી પૂ. સાકરબેન મોહનભાઈ ચાવડાનું શરીર ગઈકાલે રાત્રે નિર્વાણ પામ્યાનું આપાગીગા ઓટલાના મહંતશ્રી અને મહામંડલેશ્વર પૂ. નરેન્દ્રબાપુ સોલંકીએ જણાવ્યુ છે.

પૂ. સાકરબેનની અંતિમક્રિયા સાધુ - સંતોની પરંપરા અનુસાર ધારી તાલુકાના બોરડી ગામે (ધારીથી વેકરીયા થઈ બોરડી ૧૨ થી ૧૫ કિ.મી. દૂર છે.) આજે સવારે સંપન્ન થઈ હતી. સત્તાધાર જગ્યાના લઘુમહંત પૂ. વિજયબાપુ, મહામંડલેશ્વર પૂ. નરેન્દ્રભાઈ સોલંકી, મહંતશ્રી જેરામબાપુ બગસરા, મહંત શ્રી પૂ. નિરૂબાપુ સણોસરા, નેસડીના મહંત શ્રી પૂ. લવજીબાપુ, સતાધાર જગ્યાના સંતો - મહંતોની ઉપસ્થિતિમાં પૂ. સાકરબેનની અંતિમવિધિ સંપન્ન થઈ હતી. સતાધારના મહંત પૂ. વિજયબાપુના પૂર્વાશ્રમના માતુશ્રી સ્વ. પૂ. સાકરબેન મોહનભાઈ ચાવડાનું બેસણું બોરડી (તા.ધારી - વાયા વેકરીયા) ખાતે શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.(૩૭.૫)

દરમિયાન વિસાવદરના પ્રતિનિધિ યાસીન બ્લોચના અહેવાલમાં જણાવ્યુ છે કે સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર જગ્યાના લઘુ મહંત પૂ.વિજયભગતના માતુશ્રી પૂ. સાકરમાં (ઉ.વ.૯૦)નો ગઈકાલે સાંજે ૭ વાગ્યે બોરડી મુકામે દેહવિલય થયેલ છે. તેઓશ્રી ધાર્મિક પ્રકૃતિના હતા અને ધારી તાલુકાના બોરડી ગામે પરીવાર સાથે રહેતા હતા. બોરડી ગામે નિકળેલ તેમની અંતિમયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સાકરમાં મોહનભાઈ ચાવડા (ઉ.વ.૯૦) તે કનુભાઈ, સ્વ.દુદાભાઈ, રમણીકભાઈ, નાગજીભાઈ, નાનજીભાઈ, વિજયબાપુના માતુશ્રીનો ગઈકાલે સાંજે ૭ વાગ્યે બોરડી મુકામે દેહવિલય થયેલ છે. તેમની તમામ આખરી ધાર્મિક વિધિ બોરડી મુકામે જ થશે.

(11:51 am IST)