Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ભાવનગરમાં કાલે સંત દિપકભાઈ સાહેબનો જન્મોત્સવ

હવન, ભજન, કિર્તન, લંગર પ્રસાદ, આતશબાજી સહિતના ધર્મભીના કાર્યક્રમોઃ સિન્ધી સમાજમાં અનેરો થનગનાટ

ભાવનગર, તા. ૨૬ :. અહીંયા સિન્ધુનગર દેવુંમાં ચોક પાસે સંત વાસુરામ દુઃખભંજન આશ્રમમાં સમસ્ત સિન્ધી સમાજ, વી.જે.એન. સેવાદાર મંડળ, સંત વાસુરામ બાલક મંડળી દ્વારા સંત પૂ. દિપકભાઈ સાહેબ (ગુરૂ બાબા નંદલાલ ફકીર સાંઈ)નો જન્મોત્સવ આવતીકાલે ધામધૂમ, આનંદઉલ્લાસ સાથે ઉજવાશે.

આ પ્રસંગે સવારે ૧૦ કલાકે હવન, સાંજે ૭.૩૦ થી ૧૨ સુધી સંત વાસુરામ બાલક મંડળી (ઓરકેસ્ટ્રા મ્યુઝીકલ પાર્ટી) મધુર કંઠે અનેક દેવી-દેવતાઓ, સાધુ સંતોના ભજન કીર્તન સ્વર્ણ કરાવી સૌને મંત્રમુગ્ધ કરશે. સાંજે ૬.૩૦ થી ૭.૩૦ શ્રી સહજી પાઠ સાહેબનો રાત્રે ભોગ સાહેબ પીધા. ફલાઈંગ વીડીયો, ફેસબુક લાઈવ અનેક સાધુ સંતોના દર્શન લાભ, આશિર્વાદ, કેક કાપવા સાથે ફુલોની વર્ષા, મોટા એલઈડીમાં પ્રસારણ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે જ આતશબાજી કરવાનું આયોજન છે.

એવી જ રીતે રાત્રે ૮ થી ૧૦ પ્રભારામ હોલ, સિન્ધુનગરમાં ધર્મપ્રેમી ભાવિકો માટે ખુલ્લો લંગરપ્રસાદ યોજાનાર છે.

અત્રે નોંધનીય છે કે, આવતીકાલે સિન્ધી સમાજમાં જિલ્લાભરમાં જેના ઘરે બાળકનો જન્મ થશે તેમને હીરાલાલ નાગદેવ પરિવાર તરફથી એક ચાંદીની મુદ્રા યાદ સ્વરૂપ અપાશે. આ અંગે સ્થાનિક નગરપાલિકાનો જન્મ દાખલો પાંચ દિવસમાં રજૂ કરવાનો રહેશે.(૨-૮)

 

(11:48 am IST)