Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જામનગરમાં ફલ્લા પાસે પદયાત્રિકો માટે સેવા કેમ્પઃ ફલ્લા

 માતાના મઢ ફુલડોલ ઉત્સવમાં ભાગ લેવા દ્વારકા જતા પદયાત્રિકો માટે ફલ્લા તથા નજીકના વિસ્તારોમાં સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. ફલ્લા કેનાલ વિસ્તાર પાસે નેરાડા ગામના હરસિધ્ધિ સેવા કેમ્પ, ફલ્લા સતીમાંના મંદિર પાસે મોટી લાખાણીના ભરવાડ સમાજ દ્વારા સેવા કેમ્પ, ફલ્લા બાપા સીતારામ મંદિરમાં સેવા કેમ્પ, હનુમાનજી મંદિર રોડ પર રોયલ પરિવાર દ્વારા સેવા કેમ્પ, જુના ખીલોરા ગામના રોડ પર સતવારા સમાજ ખીલોરા દ્વારા સેવા કેમ્પ, રામપર ગામના પાટીયા પાસે દ્વારકાધીશ અન્નક્ષેત્રની જગ્યામાં સેવા કેમ્પ રાખવામાં આવ્યો છે. આમ ફલ્લા વિસ્તારમાં સેવાની જયોત જલી રહી છે. દરેક સેવા કેમ્પોમાં ચા-નાસ્તા-જમવા વગેરેની સેવા કરવામાં આવી રહી છે.

(9:51 am IST)